Not Set/ નિદાહસ શ્રેણી : આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે જામશે ફાઈનલ જંગ

કોલંબો, શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીનો ફાઈનલ મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમનારા આ મુકાબલામાં રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ પહેલેથી જ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. ભારતે આ ટુર્નામેન્ટમાં રમાયેલા ચાર મુકાબલમાં ત્રણ મેચ જીતીને પોતાનો પરચમ બતાવ્યો હતો. જયારે અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમ પણ યજમાન શ્રીલંકન ટીમને […]

Sports
Ind vs Ban Series 2015 નિદાહસ શ્રેણી : આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે જામશે ફાઈનલ જંગ

કોલંબો,

શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીનો ફાઈનલ મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમનારા આ મુકાબલામાં રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ પહેલેથી જ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. ભારતે આ ટુર્નામેન્ટમાં રમાયેલા ચાર મુકાબલમાં ત્રણ મેચ જીતીને પોતાનો પરચમ બતાવ્યો હતો. જયારે અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમ પણ યજમાન શ્રીલંકન ટીમને બે વખત હરાવી મેજર અપસેટ સર્જી ચૂકી છે. ત્યારે રવિવારે રમાનારા આ ફાઈનલ મુકાબલામાં ખરાખરીનો જંગ જામી શકે છે.

યજમાન શ્રીલંકા સામેની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશે ૨ વિકેટે વિજય મેળવી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો ત્યારે ઉત્સાહથી શાનદાર ફોર્મમાં રહેલી બાગ્લાદેશી ટીમની ભારતીય ટીમ સામે આકરી કસોટી થશે.

ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બનેલા કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની અંતિમ મેચમાં શાનદાર ૮૯ રન બનાવી પોતાનું ફોર્મ મેળવ્યું હતું. આ પહેલા રોહિત શર્માએ અંતિમ ૫ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર ૩૯ રન જ બનાવ્યા હતા. રોહિત શર્મા ઉપરાંત ઓપનર શિખર ધવન, મનીષ પાંડે તેમજ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ પોતાના શાનદાર ફોર્મમાં છે.  ત્યારે  ભારતીય ટીમ આ ફાઈનલ મેચ જીતીને પાંચ વર્ષ બાદ ત્રિકોણીય શ્રેણી પોતાના નામે કરી શકે છે.

બીજી બાજુ અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમ પણ આ ટુર્નામેન્ટમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવવામાં સફળ રહી છે. બાંગ્લાદેશે યજમાન શ્રીલંકન ટીમને સતત બે મેચમાં કારમો પરાજય આપી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો. ઓપનર તમિમ ઇકબાલ, ગત મેચની જીતનો હીરો મહમુદૂલ્લાહ અને વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમ પોતાના શાનદાર ફોર્મમાં છે.

આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ ૨૦૧૬માં એશિયા કપના ફાઈનલમાં આમને સામને થયા હતા, જેમાં ભારતે ૮ વિકેટે જીત મેળવી હતી.