IPL 2024/ આઇપીએલના બીજા તબક્કામાં અમુક ટીમો એક-એક જ વખત જ સામે આવશે

IPL 2024ના લીગ તબક્કામાં તમામ ટીમોએ 14-14 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, એક ટીમ બાકીની ટીમો સાથે 9-9 મેચ રમશે. જ્યારે કેટલીક ટીમો લીગ તબક્કામાં માત્ર એક જ વાર સામસામે આવી શકશે.

Trending Breaking News Sports
Beginners guide to 82 આઇપીએલના બીજા તબક્કામાં અમુક ટીમો એક-એક જ વખત જ સામે આવશે

IPL 2024ના લીગ તબક્કામાં તમામ ટીમોએ 14-14 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, એક ટીમ બાકીની ટીમો સાથે 9-9 મેચ રમશે. જ્યારે કેટલીક ટીમો લીગ તબક્કામાં માત્ર એક જ વાર સામસામે આવી શકશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન-17માં અત્યાર સુધી 29 મેચ રમાઈ છે. જ્યાં એક તરફ કેટલીક ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે તો બીજી તરફ કેટલીક ટીમો જીતના પાટા પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. IPL 2024ની 29મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. CSKએ આ મેચ 20 રને જીતી હતી. આ મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ દર્શકોથી ભરચક હતું.

ચેન્નાઈના પ્રશંસકો પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ હંમેશા મોટી મેચ માનવામાં આવે છે, ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હવે આ બંને ટીમો IPL 2024ના લીગ સ્ટેજમાં ફરી એક-બીજા સામે નહીં આવે. આ સિવાય બીજી ઘણી ટીમો છે જે લીગ સ્ટેજમાં માત્ર એક જ વાર સામસામે આવશે.

આ ટીમો લીગ તબક્કામાં માત્ર એક જ વાર ટકરાશે. વાસ્તવમાં લીગ સ્ટેજ દરમિયાન તમામ ટીમોએ 14-14 મેચ રમવાની હોય છે. આવી સ્થિતિમાં, એક ટીમ બાકીની ટીમો સામે 9 મેચ રમશે. આ પછી પણ લીગ તબક્કામાં 5 મેચ બાકી રહેશે. તેથી એક ટીમ અન્ય પાંચ ટીમો સાથે બે-બે મેચ રમશે. ઉદાહરણ તરીકે, જો CSK ગ્રુપ Bમાં છે, તો આ ટીમ તેના ગ્રુપની ટીમો સાથે 2 મેચ અને ગ્રુપ Aની ટીમો સાથે એક-એક મેચ રમશે. જ્યારે ગ્રુપ Aની ટીમ CSK બે વખત લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું

આ પણ વાંચોઃ ચેન્નાઈના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં નવો વિક્રમ સર્જયો

આ પણ વાંચોઃ ધોનીની તોફાની બેટિંગે મુંબઈને હતપ્રભ કરી દીધુ

આ પણ વાંચોઃ રોહિત શર્માના નામે સિક્સરોનો અનોખો રેકોર્ડ