ECI/ ચૂંટણી પંચે પીએમ મોદીના નિવેદન પર શરુ કરી તપાસ, જાણો ક્યા નિવેદન અંગે કોંગ્રેસે કરી ફરિયાદ

ચૂંટણી પંચે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો પર તપાસ શરૂ કરી છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 04 24T161300.716 ચૂંટણી પંચે પીએમ મોદીના નિવેદન પર શરુ કરી તપાસ, જાણો ક્યા નિવેદન અંગે કોંગ્રેસે કરી ફરિયાદ

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો પર તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પીએમ પીએમના નિવેદનને લઈને કોંગ્રેસ અને માર્ક્સવાદી કોંગ્રેસ પાર્ટી (CPI-M)એ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. જેમાં પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીના નિવેદનને લઈને નોંધાયેલી ફરિયાદો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે 140 પેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પંચને 17 ફરિયાદો કરી છે. કોંગ્રેસે ચૂંટણી પંચને વડાપ્રધાન મોદી સામે નક્કર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. પાર્ટીએ દલીલ કરી છે કે પીએમ મોદીએ વિભાજનકારી અને દૂષિત નિવેદનો કરીને સ્પષ્ટપણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ પહોંચ્યું અને વડાપ્રધાન મોદીની ટિપ્પણી અને અન્ય 15 મુદ્દાઓ અંગે ફરિયાદ કરી. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ થાય છે.

બીજી તરફ, CPI(M) એ સોમવારે કહ્યું હતું કે તેણે રાજસ્થાનમાં સંપત્તિના વિતરણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવા સાથે દિલ્હી પોલીસ વડાને ફરિયાદ મોકલી છે. આ મામલે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર મોકલવામાં આવ્યો હતો.

શું કહ્યું પીએમ મોદીએ?

વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ લઈ લેશે અને તેને ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોને વહેંચી દેશે. પીએમ મોદીએ આ વાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને ટાંકીને કહી હતી, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો ‘પ્રથમ અધિકાર’ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણીઓ પર અંકુશ ન રાખી શકાય, EVM મામલામાં સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું….

આ પણ વાંચો:સામ પિત્રોડાના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “કોંગ્રેસની વાસ્તવિક માનસિકતા…

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારાણસીમાં મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:જજોની નિવૃત્તિ વય ત્રણ વર્ષ વધારવી જોઈએ, બાર એસો.ના પ્રમુખે સુપ્રિમ કોર્ટને પત્ર લખ્યો