Loksabha Electiion 2024/ સામ પિત્રોડાના ઇનહેરિટન્સ ટેક્સ નિવેદન પર સી.આર.પાટીલના પ્રહાર ‘કોંગ્રેસનાં ઇરાદાઓ ખુલ્લા પડી ગયા’

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી છે. સામ પિત્રોડાએ ઇનહેરિટન્સ ટેક્સ નિવેદન પર સી.આર.પાટીલે પ્રહાર કર્યા.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 04 24T160150.687 સામ પિત્રોડાના ઇનહેરિટન્સ ટેક્સ નિવેદન પર સી.આર.પાટીલના પ્રહાર 'કોંગ્રેસનાં ઇરાદાઓ ખુલ્લા પડી ગયા'

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી છે. સામ પિત્રોડાએ ઇનહેરિટન્સ ટેક્સ નિવેદન પર સી.આર.પાટીલે પ્રહાર કરતાં કહ્યું કે ‘કોંગ્રેસનાં ઇરાદાઓ ખુલ્લા પડી ગયા’ છે. પાટીલે સામ પિત્રોડાના નિવેદનને લઈને ટ્વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પાટીલે કહ્યું કે કોંગ્રેસનાં ઇરાદાઓ ખુલ્લા પડી ગયા છે. કોંગ્રેસ લોકોની ખાનગી મિલ્કત સરકારી તિજોરીમાં મૂકી લઘુમતીઓમાં વહેંચવા માંગે છે.

વધુમાં પાટીલે કહ્યું કે આ પહેલા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે-કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી દેશનાં લોકોની સંપત્તિનો સર્વે કરશે અને યુ.પી.એ શાસન દરમિયાન નિર્ણય મુજબ લોકોની અંગત સંપત્તિનું વિતરણ કરશે !!! દેશનાં નાગરિકોએ અપાર પરિશ્રમથી કમાયેલી પચાસ ટકા સંપત્તિને કોંગ્રેસ છીનવી લેવા માંગે છે. કોંગ્રેસની નીતિ અને ઇરાદાઓ દેશનાં નાગરિકોનાં હિતમાં નથી. કોંગ્રેસનાં આવા ઇરાદાઓને આ દેશનાં નાગરિકો ક્યારેય ચલાવી નહીં લે. પાટીલે પિત્રાડોના નિવેદન પર કોંગ્રેસને આડેહાથ લેતા લોકોને અપીલ કરી કે જે પક્ષ તમારી મહેનતની કમાણી છીનવી લેવા માંગે છે તેને જરૂર દરવાજો બતાવજો.

સામ પિત્રાડોના ઇનહેરિટન્સ ટેક્સ નિવેદન પર કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગઈ છે. પીએમ મોદી, અમિતશાહ અને જેપી નડ્ડાએ પણ સામ પિત્રોડાના આ નિવેદનની ટિકા કરી છે.  પીએમ મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યું કે, “હવે કોંગ્રેસ કહે છે કે તે વારસાગત ટેક્સ લાદશે, તે માતા-પિતા પાસેથી મળેલી વારસા પર પણ ટેક્સ લગાવશે. તમારા બાળકોને તે સંપત્તિ નહીં મળે જે તમે તમારી મહેનતથી એકઠી કરો છો. કોંગ્રેસના પંજા પણ તેનાથી જ આવશે. તમે લુંટશો કોંગ્રેસનો મંત્ર છે – જીવન સાથે પણ.

કોંગ્રેસ પોતે સામ પિત્રોડાના નિવેદન પર ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયમાં ભાજપના ભૂતપૂર્વ નેતાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતે જ વારસાગત ટેક્સ લાદવાના પક્ષ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પીઝાના શોખીનો સાવધાન, ડોમિનોઝ પીઝાના બોક્સ પાસે જીવાતનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ