ગુજરાત/ રાજ્યમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું વધ્યુ મહત્વ

રાજ્યમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે સરકારી શાળાનું નામ સાંભળતા જ લોકોનાં નાકનું ટેરવુ ચઢી જતું. જોકે બદલાતા સમય સાથે સ્થિતિ બદલાઇ છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં

એક સમય હતો જ્યારે સરકારી શાળાઓમાં પોતાના સંતાનોને મુકવાથી વાલીઓ દુર ભાગતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચિત્ર બદલાયું છે. રાજ્યમાં આ વર્ષે 61 હજાર જેટલા બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યમાં

આ પણ વાંચો –  ફરી કુદરતના ખોળે / જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે

રાજ્યમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે સરકારી શાળાનું નામ સાંભળતા જ લોકોનાં નાકનું ટેરવુ ચઢી જતું. જોકે બદલાતા સમય સાથે સ્થિતિ બદલાઇ છે. અમદાવાદમાં ખાનગી શાળામાંથી 4500 જેટલા બાળકોએ સરકારી શાળામાં એડમિશન લીધું છે, તો રાજ્યભરમાં 61 હજાર બાળકો ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળ્યાં છે. સામાન્ય રીતે આવું બહું ઓછું બનતું હોય છે, કારણ કે અત્યાર સુધી ખાનગી શાળાઓની ઝાકઝમાળ અને મોંઘીદાટ ફીમાં જ બાળકો સારો અભ્યાસ કરી શકે છે એવી માન્યતા હતી. હવે ધીમે ધીમે એ માન્યતા દુર થઈ રહી છે. સ્કૂલ બોર્ડ ચેરમેન કહે છે કે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધવા પાછળનું મોટુ કારણ સરકારી શાળાઓમાં થયેલા સુધારા છે. સ્માર્ટ સરકારી શાળા, વિદ્વાન શિક્ષકો અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ સરકારી શાળા તરફ વાલીઓનો ઝોક વધવાનું મુખ્ય કારણ છે.

શાળા

આ પણ વાંચો – Mission Mars / મંગળ પર જીવનના ચિહ્નો શોધવાના NASAના પર્સિવરેન્સ દ્વારા પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ,પરંતુ મળી આવ્યું કંઈક આવું

અમદાવાદ શહેરમાં કુલ 400થી વધારે સરકારી શાળા છે અને તેમાં 4 હજારથી વધારે શિક્ષકો ફરજ બજાવે છે. 400 શાળામાં હવે 10 સ્માર્ટ શાળાનો સમાવેશ થતા સરકારી શાળાનું સ્તર ઉંચુ આવ્યું છે. તો અન્ય 25 સ્માર્ટ શાળા અને 10 હાઈટેક શાળાની પ્રક્રિયા પણ હાથ ધરાવાની છે. હાલમાં શહેરની સરકારી શાળામાં કુલ 1.60 લાખથી વધારે બાળકો છે. આ વર્ષે નવા એડમિશનનો આંક 25 હજાર સુધી પહોંચે તેવું સ્કૂલ બોર્ડનું અનુમાન છે.