જેલમુક્તિ/ પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, હાર્દિક પટેલે કર્યું સ્વાગત

જાતિ વિરોધી વિરોધી ઉચ્ચારણ મામલે છેલ્લા 4 મહિનાથી જેલમાં રહેલા પાસે નેતા અલ્પેશ કથિરીયા આજે જેલમુક્ત થયા છે.

Top Stories Gujarat Others
11 311 પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, હાર્દિક પટેલે કર્યું સ્વાગત
  • પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત
  • કથીરિયા ત્રણ મહિનાથી સુરતની લાજપોર જેલમાં હતા
  • અલ્પેશ જાતિ વિરોધી ઉચ્ચારણ અંગેના કેસમાં જેલમાં
  • લાજપોર જેલમાંથી અલ્પેશ કથીરિયા જેલમુક્ત
  • અલ્પેશ કથિરીયાની મુક્તિના પગલે પરિવારજનોમાં આનંદ
  • હાર્દિક પટેલે કર્યું અલ્પેશ કથીરિયાનું સ્વાગત
  • જેલમુક્તિ પછી તુરત જ સરદારની પ્રતિમાને કરશે પુષ્પાંજલિ
  • માનગઢ નજીક સાદા કાર્યક્રમ બાદ કોઇ કાર્યક્રમ નહીં

જાતિ વિરોધી વિરોધી ઉચ્ચારણ મામલે છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં રહેલા પાસે નેતા અલ્પેશ કથીરિયા આજે જેલમુક્ત થયા છે. સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થયા બાદ તેમના પરિવારજનોએ આનંદની લાગણી અનુભવી છે.

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે પણ વધારો, મોંઘવારીનો સાપ હવે સામાન્ય જનતાને મારી રહ્યો છે ડંખ

અલ્પેશ કથીરિયાનું હાર્દિક પટેલે કર્યુ સ્વાગત

આપને જણાવી દઇએ કે, છેલ્લા ત્રણ મહિનાથી સુરતની લાજપોર જેલમાં જાતિ વિરોધી ઉચ્ચારણનાં કેેસમાં જેલવાસ ભોગવી રહેલા અલ્પેેશ કથીરિયા હવે જેલ મુક્ત થયા છે. તેમનુ સ્વાગત હાર્દિક પટેલે કર્યુ હતુ. મળી રહેલી માહિતી અનુસાર, જેલ મુક્તિ બાદ તેઓ તુરંત જ સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે જશે. અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ હવે સુરતમાં રાજકીય માહોલ ગરમાઇ શકે છે. અત્યારે મોટા ભાગનાં પાસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા AAP માં જોડાઇ થશે કે નહીં તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

BTP કાર્યકરો સાથે કરી હતી મારા-મારી

આપને જણાવી દઇએ કે, અલ્પેશ કથીરિયા પર એટ્રોસીટીનો કેસ દાખલ થયો હતો, વળી જ્યારે મનપાની ચૂંટણી હતી તે સમયે તેમણે BTP નાં કાર્યકરો સાથે મારામારી કરી હતી. આ મારામારી બાદ BTP નાં કાર્યકરોએ સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. માર્ચ મહિનામાં થયેલી ફરિયાદ બાદ અલ્પેશ કથીરિયા છેલ્લા 3 મહિનાથી સુરતની જેલમાં હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અલ્પેશ કથીરિયા આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ જેલમાંથી છૂટશે. જણાવી દઇએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા અલ્પેશ કથીરીયાની 14 માર્ચનાં રોજ SOG દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP કાર્યકર્તાઓ સાથે થયેલી મારા-મારી મામલે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમના પર એટ્રોસીટીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…