Not Set/ PM મોદીએ રિક્ષા ચાલકની દિકરીનાં લગ્નની શુભકામનાઓ પાઠવી, પહેલા મોકલ્યો હતો પત્ર

વડા પ્રધાન મોદીને તેમની પુત્રીનાં લગ્નમાં આમંત્રણ આપનાર વારાણસીનાં રિક્ષા ચાલક મંગલ કેવતની ખુશી ત્યારે ન રોકાઇ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેઓને મળ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીએ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની એક દિવસીય મુલાકાત દરમિયાન રિક્ષા ચાલક મંગલ કેવતને મળ્યા હતા. રિક્ષા ચાલક મંગલ કેવતે પીએમ મોદીને તેમની પુત્રીનાં લગ્નમાં આવવાનું […]

Top Stories India
PM Modi met Rickshaw PM મોદીએ રિક્ષા ચાલકની દિકરીનાં લગ્નની શુભકામનાઓ પાઠવી, પહેલા મોકલ્યો હતો પત્ર

વડા પ્રધાન મોદીને તેમની પુત્રીનાં લગ્નમાં આમંત્રણ આપનાર વારાણસીનાં રિક્ષા ચાલક મંગલ કેવતની ખુશી ત્યારે ન રોકાઇ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેઓને મળ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીએ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની એક દિવસીય મુલાકાત દરમિયાન રિક્ષા ચાલક મંગલ કેવતને મળ્યા હતા. રિક્ષા ચાલક મંગલ કેવતે પીએમ મોદીને તેમની પુત્રીનાં લગ્નમાં આવવાનું આમંત્રણ મોકલ્યું હતું.

Image result for रिक्शा चालक मंगल केवट

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિક્ષા ચાલક મંગલ કેવતને તેમના અને તેમના પરિવારની સુખાકારી માટે પૂછ્યું અને સ્વચ્છ ભારત અભિયાનમાં કેવતનાં પ્રયત્નોની પ્રશંસા પણ કરી. અત્રે નોંધનીય છે કે પીએમ મોદીથી પ્રભાવિત મંગલ કેવટે પોતાના ગામમાં જાતે જ ગંગાનાં કાંઠાની સાફ-સફાઇ કરવાનું કામ કર્યું છે. અગાઉ રિક્ષા ચાલક મંગલે પીએમ મોદી તરફથી અભિનંદનનો પત્ર મળતાં ખુશી વ્યક્ત કરી હતી. કેવત અને તેમની પત્ની રેણુ દેવીએ વારાણસીની મુલાકાત દરમિયાન વડા પ્રધાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આપને જણાવી દઇએ કે કેવતની પુત્રીનાં લગ્ન 12 ફેબ્રુઆરીએ થયા હતા.

સમાચાર એજન્સી એએનઆઈને રિક્ષા ચાલક કેવતે કહ્યું કે, “અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પહેલું આમંત્રણ આપ્યું હતું. હું વ્યક્તિગત રૂપે દિલ્હી ગયો હતો અને આ પત્ર પીએમઓને વ્યક્તિગત રૂપે આપ્યો હતો. 8 ફેબ્રુઆરીએ અમને પીએમ મોદી તરફથી અભિનંદન પત્ર મળ્યો હતો, જેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત થયા હતા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.