ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે પણ વધારો, મોંઘવારીનો સાપ હવે સામાન્ય જનતાને મારી રહ્યો છે ડંખ

દેશમાં કોરોનાનાં કેસ ભલે શાંત થઇ રહ્યા છે, પરંતુ મોંઘવારીનો સાપ જાણે રોજ સામાન્ય જનતાને ડંખ મારી રહ્યો હોય તેમ દેખાઇ રહ્યુ છે.

Top Stories Business

દેશમાં કોરોનાનાં કેસ ભલે શાંત થઇ રહ્યા છે, પરંતુ મોંઘવારીનો સાપ જાણે રોજ સામાન્ય જનતાને ડંખ મારી રહ્યો હોય તેમ દેખાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં કારણે પહેલાથી જ સામાન્ય નાગરિકની કમર તૂટી ગઇ છે, ત્યારે લગભગ રોજ વધતા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી જનતા હવે ત્રાહીમામ પોકારી રહી છે.

ચોમાસું સત્ર / કોંગ્રેસે સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે વ્યુહરચના બનાવી, 6 મોટા મુદ્દાઓ નક્કી કર્યા

આપને જણાવી દઇએ કે, ત્રણ દિવસ બાદ આજે ફરી તેલ કંપનીઓએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. આજે પેટ્રોલ 31-39 પૈસા અને ડીઝલ 15-21 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જણાવી દઇએ કે, સોમવારે પેટ્રોલ 28 પૈસા મોંઘુ થયુ હતું પરંતુ ડીઝલ 16 પૈસા સસ્તુ થયુ હતું. વધતા જતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ સમયે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે.

નોંધનીય છે કે, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી 4 મેથી પેટ્રોલનાં ભાવ 40 ગણા અને ડીઝલનાં ભાવમાં 38 ગણો વધારો થયો છે. જ્યારે જુલાઈ મહિનામાં, પેટ્રોલનાં ભાવમાં 8 ગણો વધારો થયો છે અને ડીઝલનાં ભાવમાં 5 ગણો વધારો થયો છે. વળી જો રાજસ્થાનનાં શ્રી ગંગાનગરની વાત કરીએ તો અહી પેટ્રોલનાં ભાવમાં જાણેે આગ લાગી ગઇ છે, અહી પેટ્રોલ લિટર દીઠ રૂ.112.90 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 103.15 થઇ ગયો છે.

ભારતીય આર્મી / પાકિસ્તાનની કાર્યવાહી પર નજર રાખવા માટે ભારતીય સેનાએ એલઓસી પર કેમેરા લગાવ્યા

આજે વધેલા ભાવ વધારા બાદ હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 101.54 રૂપિયા થઈ ગઈ છે. બીજી બાજુ, જો આપણે ડીઝલની વાત કરીએ, તો ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. બીજી તરફ, મુંબઇમાં પેટ્રોલની કિંમત 107.54 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 97.45 રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલ લિટર દીઠ 102.23 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ લિટર દીઠ 101.74 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લિટર છે. આ વધારા પછી દેશભરમાં તેલનાં ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલનાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધઘટ કરતી રહે છે. પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. જેમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ એકસાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેરીને લગભગ બમણો થાય છે.