Not Set/ દેવેન્દ્ર ફડણવીસે ખાલી કરેલા બંગલાની દીવાલ પરથી અજીબોગરીબ લખાણ મળ્યું, હાલ અહીં રહે છે ઉદ્ધવ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બંગલા ‘વર્ષા’ ની દિવાલો પર નફરત ભરેલુ લખાણ લખ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ બંગલામાં પહેલા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાના પરિવાર સાથે રહેતા હતાં. આ લખાણ એ રૂમની દિવાલ પર લખવામાં આવ્યું છે જેમાં દેવેન્દ્ર ફડણવીસની દિકરી દ્વિજા રહેતી હતી. પીડબ્લ્યુડી વિભાગે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ […]

Top Stories India
Untitled 207 દેવેન્દ્ર ફડણવીસે ખાલી કરેલા બંગલાની દીવાલ પરથી અજીબોગરીબ લખાણ મળ્યું, હાલ અહીં રહે છે ઉદ્ધવ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બંગલા ‘વર્ષા’ ની દિવાલો પર નફરત ભરેલુ લખાણ લખ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ બંગલામાં પહેલા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાના પરિવાર સાથે રહેતા હતાં. આ લખાણ એ રૂમની દિવાલ પર લખવામાં આવ્યું છે જેમાં દેવેન્દ્ર ફડણવીસની દિકરી દ્વિજા રહેતી હતી.

પીડબ્લ્યુડી વિભાગે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારે બે અઠવાડિયાં પહેલાં ખાલી કરેલા વર્ષા બંગલાનું રિનોવેશનનું કામ હાથ ધર્યું ત્યારે દીવાલો પર બંગલાના એક રૂમની દીવાલ પર લખ્યું છે કે, ‘Whos is UT? ( યૂટી કોણ છે?) UT Is Mean (યૂટી ખરાબ છે)…શટ અપ.’ આ યૂટી શબ્દને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ મામલો સામે આવ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ પરિવાર પર સવાલ ઉઠી રહ્યા છે.

Varsha Bunglow Abuses દેવેન્દ્ર ફડણવીસે ખાલી કરેલા બંગલાની દીવાલ પરથી અજીબોગરીબ લખાણ મળ્યું, હાલ અહીં રહે છે ઉદ્ધવ

બંગલાની દીવાલો પર ‘યુટી ઇઝ મીન’, ‘અમે કેટલાક ગુંડા વ્યક્તિથી વિપરીત કોઈ પણ સ્થિતિમાં ખુશ છીએ’, ‘ફડણવીસ રોક્સ’, ‘બીજેપી રોક્સ’, ‘બીજેપી અને શિવસેના મિત્ર હતા (હોઈ શકે છે)’ જેવી કેટલીક અજીબ વાતો લખેલી હતી.

પીડબ્લ્યુડી વિભાગે દેવેન્દ્ર ફડણવીસ, તેમનાં પત્ની અમૃતા ફડણવીસ અને તેમની ૧૨ વર્ષની પુત્રીના બેડરૂમ ખાલી કરવાની શરૂઆત કરી ત્યારે તેમને આ બધા સ્લોગન્સ લખેલા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યાનુસાર બંગલો ખાલી કરાયો તે સમયે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની ટીમે ચોકસાઈપૂર્વક તમામ ચકાસણી કરી હતી અને તે સમયે દીવાલ પર આવા કોઈ લખાણો નહોતા.

Varsha Bunglow Abuses 1 દેવેન્દ્ર ફડણવીસે ખાલી કરેલા બંગલાની દીવાલ પરથી અજીબોગરીબ લખાણ મળ્યું, હાલ અહીં રહે છે ઉદ્ધવ

અગાઉ દેવેન્દ્ર ફડણ‌વીસને સાગર બંગલો ફાળવવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ રિનોવેશન કાર્ય ચાલી રહ્યું હોવાથી હાલમાં તેઓ ભાડાના બંગલામાં રહે છે.દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે જ્યારે તે ઘર ખાલી કરાતું હતું ત્યારે આ દીવાલો પર કઈ જ નહોતું.આ તેમને બદનામ કરવાનો પ્રયાસ છે.

પીડબ્લ્યુડીનું કહેવું છે કે ફડણવીસ પરિવારનું ઘર ખાલી કર્યા પછી, કોઈને બંગલામાં પ્રવેશવાની મંજૂરી નહોતી.પૂર્વ સીએમ અને વર્તમાન વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ દક્ષિણ મુંબઈના એક ખાનગી ફ્લેટમાં રહે છે. નવા વર્ષમાં તે પોતાના નવા સરકારી મકાન’સાગર’ માં રહેવા જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા મહારાષ્ટ્રની સત્તા પછી સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.