જમ્મુ-કાશ્મીર/ ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, લોકોએ ઘાયલ થયેલા પાયલોટને આ રીતે બચાવ્યા

ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરમાં બે લોકો હતા….

Top Stories India
હેલિકોપ્ટર ક્રેશ

જમ્મુના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરમાં બે લોકો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં પાયલોટ અને સહ-પાયલોટ ઘાયલ થયા હતા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો :રાજ કુન્દ્રા બે મહિના પછી જેલમાંથી છૂટ્યો, કહ્યું- મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે…

આ ઘટના બાદ જે તસવીરો બહાર આવી છે તે દર્શાવે છે કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલોટને ગંભીર ઈજા થઈ છે. ઘટનાસ્થળે પહોંચીને પોલીસ ટીમ બચાવ કામગીરી કરી રહી છે. ડીઆઈજી ઉધમપુર રિયાસી રેન્જ સુલેમાન ચૌધરીએ કહ્યું કે અમને માહિતી મળી કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બચાવ કાર્ય માટે પોલીસ ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે અમે સ્પષ્ટ રીતે કહી શકતા નથી કે તે ક્રેશ લેન્ડિંગ છે કે હેલિકોપ્ટર ક્રેશ.

આ પણ વાંચો :શ્રીનગર એરપોર્ટ પર આતંકવાદીઓની હુમલો કરવાની કોશિશ નાકામ, IED કરાયા જપ્ત

સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આજે પટનીટોપ વિસ્તારમાં ટ્રેનિંગ દરમિયાન ઉધમપુર જિલ્લાના શિવગઢ ધારમાં ભારતીય સેનાનું એક ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બે પાયલોટ ઘાયલ થયા છે અને તેમને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો :UNGA ને સંબોધિત કરશે PM નરેન્દ્ર મોદી, આજે અમેરિકા જવા રવાના થશે

નોંધનીય છે કે અગાઉ 3 ઓગસ્ટના રોજ રણજીત સાગર ડેમ તળાવમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બની હતી, ત્યારબાદ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસ બાદ ઉરીમાં મોબાઇલ, ઇન્ટરનેટ સેવા બંધ