Not Set/ #કોરોનાવાયરસ/ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓમાં 76 ટકા પુરુષો છે જેઓ…

  સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાયરસે હવે ભારતમાં પણ પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના સંક્રમણનું ત્રીજું સ્ટેજ ચાલુ થઈ ગયું છે. પોઝિટિવ કેસનો આંકડો 5 હજારને પાર કરી ચૂક્યો છે. અને આ રોગનાં હતભાગીઓની સંખ્યા પણ 200 નજીક પહોંચવા આવી છે. ત્યારે આંકડાઓમાં સામે આવ્યું છે કે […]

India
 

સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાયરસે હવે ભારતમાં પણ પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના સંક્રમણનું ત્રીજું સ્ટેજ ચાલુ થઈ ગયું છે. પોઝિટિવ કેસનો આંકડો 5 હજારને પાર કરી ચૂક્યો છે. અને આ રોગનાં હતભાગીઓની સંખ્યા પણ 200 નજીક પહોંચવા આવી છે. ત્યારે આંકડાઓમાં સામે આવ્યું છે કે કોરોના નરભૂખ્યો છે!  તાજેતરનાં આંકડાઓ મુજબ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓમાં 76 ટકા પુરુષો છે જે તેનો શિકાર બન્યા છે.

કોરોનાનાં આંકડા ચોંકાવનારા છે. દેશમાં લગભગ 6 હજાર નજીક કોરોના પોઝિટીવ કેસ પહોંચી રહ્યાં છે, તેવામાં આંકડાઓ તપાસીએ તો જાણવા મળે છે કે સ્ત્રીઓની સરખામણીમાં કોરોના પુરુષો પર વધુ ભારે પડ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં જેટલાં કેસ નોંધાયા તેમાં 76 ટકા એટલે કે 4 હજારથી વધુ તો પુરુષો જ તેના સકંજામાં આવ્યાં છે. આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. પણ સ્ત્રીઓમાં પુરુષો કરતાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાનું એક કારણ હોય શકે તેવું માનવામાં આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ વાયરસથી વૃદ્ધ વધુ હેરાન થઇ રહ્યા છે. ભારતમાં સૌથી વધુ સંક્રમિત વૃદ્ધો છે. જેમા 60 વર્ષથી વધુ ઉંમરનાં 63 ટકા દર્દીનાં મોત થયા છે. જ્યારે 88 ટકા મૃતકોને પહેલા જ ગંભીર બિમારી હતી, જેના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે.

કોરોના પુરુષો પર તો ત્રાટકે છે એમાંય સીનિયર સિટીઝન તેનો પહેલો શિકાર બની રહ્યા છે. આંકડાઓ અનુસાર ચીનમાં પણ સૌથી વધુ સંક્રમિતો વૃદ્ધો જ હતાં જ્યારે ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે. સાથે જ બીજી મહત્વની નોંધવા જેવી બાબત છે કે જેટલાં દર્દીઓ મૃત્યુ પામ્યા તેમાંથી 63 ટકા લોકોની ઉંમર 60 વર્ષ કે તેથી વધારે હતી. આ ઉપરાંત એ પણ સામે આવ્યુ છે કે મૃતકોમાંથી મોટાભાગનાને ડાયાબિટીસ, કીડનીની ગંભીર બિમારી હતી. સમગ્ર તારણ જોઈએ તો જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી તેઓ કોરોના સામે વધુ ઝિંક ઝિલી શકે છે. જે લોકો વધારે ઉંમરનાં છે અને કોઈપણ ગંભીર બિમારી છે તેમણે આ સ્થિતિમાં સૌથી વધુ સાવચેત રહેવાની અને સતર્ક રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.