Not Set/ દુનિયાના એકમાત્ર નેતા બન્યા PMમોદી જેના માટે વ્હાઈટ હાઉસે ભર્યું આ પગલું

કોરોના વાયરસના સંકટ સમયે અમેરિકાની પડખે ભારત આવ્યું છે.ભારત દ્વારા હાલમાં જ કોરોનાના ઉપચાર માટે જરૂરી એવી દવા હાઈડ્રોકસીક્લોરોકવીન આપવામાં આવી છે.ત્યારબાદ હવે અમેરિકાના ભારત સાથે સંબંધો રાજદ્વારી રીતે મજબૂત બનાવવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કર્યા છે. જણાવીએ કે આ એટલા માટે મહત્વનું બને છે કારણ કે વ્હાઇટ હાઉસનું […]

India

કોરોના વાયરસના સંકટ સમયે અમેરિકાની પડખે ભારત આવ્યું છે.ભારત દ્વારા હાલમાં જ કોરોનાના ઉપચાર માટે જરૂરી એવી દવા હાઈડ્રોકસીક્લોરોકવીન આપવામાં આવી છે.ત્યારબાદ હવે અમેરિકાના ભારત સાથે સંબંધો રાજદ્વારી રીતે મજબૂત બનાવવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કર્યા છે. જણાવીએ કે આ એટલા માટે મહત્વનું બને છે કારણ કે વ્હાઇટ હાઉસનું ટ્વિટર હેન્ડલ વિશ્વના કોઈ નેતાને ફોલો કરતુ નથી.

આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં વ્હાઇટ હાઉસ કુલ 19 ટ્વિટર એકાઉન્ટ્સને ફોલો કરે છે. તેમાંથી 16 અમેરિકાના અને ત્રણ ભારતના છે. ભારતમાં, વ્હાઇટ હાઉસ જે ટ્વિટર હેન્ડલને ફોલો છે તેમાં પીએમઓ ઈન્ડિયા અને પીએમ મોદી ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ ટ્વિટર હેન્ડલનો સમાવેશ થાય છે.

ભારત સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે યુ.એસ. સહિત વિશ્વના ઘણા દેશોમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય કરી છે. ભારતે આ દવા સહિત અનેક દવાઓના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દવાની નિકાસ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલેખનીય છે કે તાજેતરમાં ભારત સરકારે કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા વિશ્વના ઘણા દેશોમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય કરી છે. આમાં અમેરિકા શામેલ છે. દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા દરેક સંભવિત રીતે તેના મિત્રોની મદદ કરવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.