Not Set/ આંધ્રપ્રદેશ/ કોવિડ કેર સેન્ટરમાં લાગી ભીષણ આગ, 7 લોકોનાં થયા મોત

આંધ્રપ્રદેશનાં વિજવાડાની એક હોટલમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ વિજયવાડા સ્થિત એક હોટલમાં આ આગ લાગી છે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા […]

India
b5970d253c7cf0897f0f7b06366c7979 1 આંધ્રપ્રદેશ/ કોવિડ કેર સેન્ટરમાં લાગી ભીષણ આગ, 7 લોકોનાં થયા મોત

આંધ્રપ્રદેશનાં વિજવાડાની એક હોટલમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ વિજયવાડા સ્થિત એક હોટલમાં આ આગ લાગી છે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આપને જણાવી દઇએ કે આ હોટલનો ઉપયોગ હોસ્પિટલ દ્વારા કોવિડનાં દર્દીઓની સારવાર માટે પણ કરવામાં આવતો હતો. જો કે હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે આગ કયા કારણોસર લાગી હતી, હાલમાં, આગને કાબૂમાં લેવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે આ ઘટનાની તપાસનાં આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોટલ ખાનગી હોસ્પિટલ દ્વારા ભાડે લેવામાં આવી હતી, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોરોના દર્દીઓને અહીં સારવાર માટે રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.