Not Set/ ‘જય શ્રી રામ’ અને ‘મોદી જિંદાબાદ’ ન બોલવા પર ઓટો ડ્રાઇવરને બદમાશોએ માર્યો ઢોર માર

રાજસ્થાનનાં સીકરમાં, એક 52 વર્ષીય ઓટો રિક્ષાચાલકને “મોદી જિંદાબાદ” અને “જય શ્રી રામ” ન બોલવાના કારણે નિર્દય રીતે માર મારવામાં આવેલ છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પીડિતે કહ્યું કે તેના પર હુમલો કરનારા બે શખ્સોએ તેની દાઢી પણ ખેંચી હતી અને તેને “પાકિસ્તાન જવાનું” કહ્યું હતું. પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ કરી છે. ગફાર […]

India
4c97bfc5429d9b51e1775bb76e772e95 'જય શ્રી રામ' અને 'મોદી જિંદાબાદ' ન બોલવા પર ઓટો ડ્રાઇવરને બદમાશોએ માર્યો ઢોર માર
4c97bfc5429d9b51e1775bb76e772e95 'જય શ્રી રામ' અને 'મોદી જિંદાબાદ' ન બોલવા પર ઓટો ડ્રાઇવરને બદમાશોએ માર્યો ઢોર માર

રાજસ્થાનનાં સીકરમાં, એક 52 વર્ષીય ઓટો રિક્ષાચાલકને “મોદી જિંદાબાદ” અને “જય શ્રી રામ” ન બોલવાના કારણે નિર્દય રીતે માર મારવામાં આવેલ છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પીડિતે કહ્યું કે તેના પર હુમલો કરનારા બે શખ્સોએ તેની દાઢી પણ ખેંચી હતી અને તેને “પાકિસ્તાન જવાનું” કહ્યું હતું.

પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ કરી છે. ગફાર અહેમદ કચ્છવાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે આરોપી તેની કાંડા ઘડિયાળ અને પૈસા ચોરી કરી ગયા છે. એટલું જ નહીં, હુમલો કરનારાઓએ દાંત તોડી દીધા અને એક આંખ પર હુમલો કર્યો હતો. પીડિતનાં ચહેરા પર ઇજાનાં નિશાન સ્પષ્ટ દેખાઇ આવે છે. એફઆઈઆર મુજબ શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ પીડિત મુસાફરોને છોડીને નજીકનાં ગામમાં પરત ફરી રહ્યો હતો ત્યારે એક કારમાં બે લોકોએ તેને અટકાવ્યો અને તેની પાસેથી તમાકુની માંગ કરી. જો કે, હુમલાખોરોએ તેને આપેલો તમાકુ લેવાની ના પાડી હતી અને અહેવાલ મુજબ તેને “મોદી જિંદાબાદ” અને “જય શ્રી રામ” કહેવાનું કહ્યું હતું. તેના ઇનકાર પર હુમલો કરનારાઓએ તેને લાકડી વડે માર માર્યો હતો.

કાચ્છવાએ કહ્યું કે, “બે લોકો કારમાંથી બહાર આવ્યા અને મને માર મારવાનું શરૂ કર્યું. તેઓએ મને થપ્પડ મારી અને મોદી જિંદાબાદકહેવાનું કહ્યું. તેઓએ મારી દાઢી પણ ખેંચી.” સીકરનાં વરિષ્ઠ પોલીસ અધિકારી, પુષ્પેન્દ્રસિંહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “ફરિયાદ નોંધાયા પછી અમે શુક્રવારે બે લોકોની ધરપકડ કરી હતી. પ્રારંભિક તપાસમાં બતાવવામાં આવ્યું છે કે આરોપીએ નશામાં પીડિતાને માર માર્યો હતો. શંભુ દયાલ જાટ (35) અને રાજેન્દ્ર જાટ (30) તરીકે આ આરોપીઓની ઓળખ થઇ છે. બીજા એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, કેસ દાખલ કર્યાનાં છ કલાકમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નશો કરનાર પીડિત સાથે આરોપીની દલીલ થઇ હતી. આરોપીએ ડ્રાઇવર પાસે પૈસાની માંગ પણ કરી હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.