Uttarakhand News: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સીએમઓની ઓફિસમાં આયોજીત એક કાર્યક્રમમાં UCC સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ સમિતિના સભ્યોની સાથે મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ડ્રાફ્ટ રિપોર્ટ સોંપ્યો છે. પુષ્કર ધામી સરકારે UCC કાયદો લાગૂ કરવા 27 મે, 2022ના રોજ પાંચ સભ્યોની કમિટીનું ગઠન કર્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે ધામી સરકાર 6 ફેબ્રુઆરીએ યુસીસીના બિલને વિધાનસભામાં રજૂ કરશે.
યુસીસીમાં કેવા પ્રકારની જોગવાઈઓ હશે?
પાટનગર દહેરાદૂનમાં યુસીસી કાર્યાલય છેલ્લા 3 દિવસોથી 15થી વધુ કલાક કામ કરી રહ્યું છે. સૂત્રો મુજબ આ ડ્રાફ્ટમાં 400થી વધુ જોગવાઈઓ કરવામાં આવી છે. જેનું લક્ષ્ય પારંપરિક રીતે રીત-રીવાજોથી ઉત્પન્ન થનાર વિસંગતિઓને દૂર કરવાની છે.
કેટલીક જોગવાઈઓ
- સમાન નાગરિક સંહિતા લાગૂ થયા બાદ એક થી વધુ વિવાહ પર રોક લગાવવામાં આવશે.
- છોકરીઓની ઉંમર કાયદાકી રીતે 21 વર્ષની કરવામાં આવશે.
- લીવ ઈન રીલેશનશીપમાં રહેનારા લોકોએ આ બાબતની જાણકારી આપવી અનિવાર્ય હશે. લગ્ન બાદ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત થઈ જશે. તે સિવાય લગ્ન અમાન્ય ગણાશે.
- છોકરીઓને છોકરાઓની બરાબર અધિકારો મળશે.
- નોકરી કરતા યુવકનું મૃત્યુ થાય તો તેવી પરિસ્થિતિમાં જો પત્ની ફરીથી લગ્ન કરે તો તેને મળવા પાત્ર લાભ માતાપિતા સાથે વહેંચવામાં આવશે.
માર્ચ, 2022માં સરકારે તત્કાલ મંત્રીદળોની બેઠકમાં પહેલી વખત યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જો આ કાયદો લાગૂ કરવામાં આવ્યો તો ઉત્તરાખંડ આઝાદી પછી યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાવાળું પ્રથમ રાજ્ય બની જશે.
આ પણ વાંચો:લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો
આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ