દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સંખ્યા 49 લાખનાં ભયજનક આંકડાને પાર કરી ચુક્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 83,809 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ સંક્રમણનો કુલ આંક 49,30,234 પર પહોંચી ગયો છે.
દેશમાં હાલમાં 9,90,061 દર્દીઓ સક્રિય સ્થિતિમાં છે. એટલે કે, તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે અથવા ડોકટરોની માર્ગદર્શિકાને લીધે તેઓ હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં આ ખતરનાક વાયરસને કારણે 1054 લોકો મૃત્યુ પામ્યા છે અને 79,292 દર્દીઓ ઠીક થયા છે. મૃતકોની કુલ સંખ્યા વધીને 80,776 થઈ ગઈ છે, જ્યારે આ વાયરસને હરાવીને ઠિક થયેલા લોકોની સંખ્યા વધીને, 38,59,399 થઈ ગઇ છે.
India’s #COVID19 case tally crosses 49-lakh mark with a spike of 83,809 new cases & 1,054 deaths in last 24 hours.
The total case tally stands at 49,30,237 including 9,90,061 active cases, 38,59,400 cured/discharged/migrated & 80,776 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/il5RGbtiFG
— ANI (@ANI) September 15, 2020
આઇસીએમઆર અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 5,83,12,273 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 10,72,845 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
