Not Set/ હની ટ્રેપ : પાકિસ્તાન મહિલા એજન્ટની જાળમાં ફસાયો આર્મીનો જવાન, કરાયો અરેસ્ટ

જેસલમેર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મહિલા એજન્ટ દ્વારા હની ટ્રેપથી ભારતીય આર્મીના એક જવાનને ફસાયા હોવાનો એક ખુલાસો થયો છે. આ જવાન જેસલમેર મિલિટ્રી સ્ટેશનનાં ટેંકનો બતાવવામાં આવી રહ્યો છે. આ મહિલા એજન્ટ પર સેનાના એક જવાનને ફસાવીને અર્જુન ટેંકથી કરવામાં આવતા યુદ્ધભ્યાસના વીડિયોને પાકિસ્તાન મોકલ્યા હોવાનો આરોપ છે. આ હની ટ્રેપના થયેલા ચોકાવનારા ખુલાસા […]

Top Stories India Trending

જેસલમેર,

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મહિલા એજન્ટ દ્વારા હની ટ્રેપથી ભારતીય આર્મીના એક જવાનને ફસાયા હોવાનો એક ખુલાસો થયો છે. આ જવાન જેસલમેર મિલિટ્રી સ્ટેશનનાં ટેંકનો બતાવવામાં આવી રહ્યો છે.

આ મહિલા એજન્ટ પર સેનાના એક જવાનને ફસાવીને અર્જુન ટેંકથી કરવામાં આવતા યુદ્ધભ્યાસના વીડિયોને પાકિસ્તાન મોકલ્યા હોવાનો આરોપ છે.

Image result for jaisalmer honny trap armjawan

આ હની ટ્રેપના થયેલા ચોકાવનારા ખુલાસા મુજબ, આ મહિલા એજન્ટે ‘અનિકા ચોપડા’ નામથી સોશયલ મીડિયા માં ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને જવાનો સાથે દોસ્તી કરી હતી.

૨૦૧૬માં અનિકાએ સૌથી પહેલા સોમવીરને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. ત્યાર બાદ તેના ફ્રેન્ડ લિસ્ટમાંથી મ્યુચુઅલ ફ્રેન્ડ સાથે દોસ્તી કરી હતી. મહિલા એજન્ટ પોતાને નર્સિંગ સર્વિસની કેપ્ટન ગણાવતી હતી.

જો કે હવે આ મામલો સામે આવ્યા બાદ તેની તપાસ મિલિટ્રી ઈન્ટેલિજેન્સનું જોધપુર યુનિટ, રાજસ્થાન CID અને અન્ય જાસૂસી એજન્સીઓ કરી રહી છે.

સોમવીરની હાથ ધરવામાં આવી રહી છે પૂછપરછ 

Image result for jaisalmer honny trap armjawan

જયપુરમાં એડીજી ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા સમયથી  સોશિયલ મીડિયા પર શંકાસ્પદ ગતિવિધીઓને આધારે સોમવીરને નવા વર્ષની શરૂઆતમાં જ કસ્ટડીમાં લેવાયો હતો, ત્યાર બાદ તેની સામે પુરાવાઓ મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી.

સોમવીરની ધરપકડ કરાયા બાદ હવે જયપુરમાં ૧૮ જાન્યુઆરી સુધી રિમાંડ પર લઈ પુછપરછ કરવામાં આવી રહી છે, આ મહિલા સેનાના જવાનોને ફસાવીને વાતો વાતોમાં ભારતીય સેનાની ગુપ્ત માહિતી મેળવી લેવાનું કામે કરતી હતી.

સોમવીર પર સ્વદેશી અર્જુન ટેંકથી કરવામાં આવતા યુદ્ધભ્યાસના વીડિયોને સોશિયલ મીડિયાના આધારે પાકિસ્તાન મોકલવાનો ગંભીર આરોપ છે.

મળતી માહિતી મુજબ, મહિલા એન્જટે ૨૦૧૬માં ફેસબુક પર આર્મીની વર્દીમાં સોમવીરનો ફોટો જોઈને તેની સાથે દોસ્તી કરી પોતાની માયાજાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. અનિકા પહેલા મેસેન્જરથી વાતો કરતી હતી, ત્યારબાદ જમ્મુમાં મોબાઈલ નંબરથી સતત વીડિયો અને વોઈસ કોલ કરવા લાગી હતી. મહિલા એજન્ટ જે નંબરથી કોલ કરતી હતી તેનું આઈપી એડ્રેસ કરાચીનું હતુ. સોમવીરે પકડાયા પછી અનિકાને ફેસબુક પર બ્લોક કરી દીધી હતી.

સોમવીરે ૫૦૦૦ રૂપિયાનાં બદલામાં અર્જુન ટેંકના ઘણા વીડિયો અને મુવમેન્ટ મહિલા એજન્ટને આપ્યા હતા. અનિકાએ ગત વર્ષે જુનમાં સોમવીરનાં ખાતામાં આ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ જમા કરાવનારો વ્યક્તિ હેલમેટ પહેરીને એટીએમમાં પહોંચ્યો હતો. ગુપ્ત એજન્સીઓ તેને શોધી રહી છે.