Cricket/ નમો સ્ટેડિયમને લાગ્યું કોરોનાનું ગ્રહણ, તો શું IPL ની મેચોમાં પણ દર્શકોને નહી મળે પ્રવેશ?

અંતે નમો સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી પર રોક લાગી ગઈ છે. રાજ્યમાં કોરોના ફરી એકવાર બુમ પડાવી રહ્યો છે.

Top Stories Sports

અંતે નમો સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી પર રોક લાગી ગઈ છે. રાજ્યમાં કોરોના ફરી એકવાર બુમ પડાવી રહ્યો છે. ત્યારે સ્ટેડિયમમાં ઉભરાતા દર્શકોને લઈને ભારે ટીકા થઈ હતી. જેને જોતા ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે.

Cricket / ત્રીજી ટી-20 મેચમાં રોહિત શર્મા કરી શકે મેદાનમાં એન્ટ્રી, આ ખેલાડી થઇ શકે છે બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 સિરિઝ પર અંતે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. બે મેચમાં ખીચોખીચ દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા પછી અંતે વિવાદ વચ્ચે GCAએ બાકીની મેચમાં દર્શકોને એન્ટ્રી આપવા પર રોક લગાવી દીધી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને દેશની મુખ્ય ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈ સાથે ચર્ચા-વિચારણા કર્યાં બાદ આ નિર્ણય લીધો છે. GCAના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે ટિકિટ ખરીદનારાને રિફંડ મળશે. જ્યારે જેમને કોમ્પ્લીમેન્ટ્રી ટિકિટ્સ મળી છે તેઓ સ્ટેડિયમમાં ન આવે તેવી અપીલ કરી છે. આજે એટલે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 મુકાબલો હવે દર્શકો વિના બંધબારણે જ રમાશે.

પીચ વિવાદનો સુખદ અંત / GCAને હાશકારો , નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચને ICC એ આપ્યું એવરેજ રેટિંગ, કોઈ પ્રતિબંધ નહીં લાગે

અમદાવાદના નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગળ જતાં આઈપીએલની 12 મેચ રમાવાની છે. જેમાંથી સેકન્ડ હાફની મેચમાં 50 ટકા દર્શકોને એન્ટ્રી આપવાની વાત હતી. પરંતુ હવે તેમાં પણ GCA અને BCCIના સૂત્રો કોઈપણ દર્શકો વિના જ મેચ રમાડવા તૈયારી કરી રહ્યાં છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ IPLમાં દર્શકોને પ્રવેશ નહીં મળે. કેમકે IPLમાં કોઈ વિવાદ કે હોબાળો ન થાય તેવું BCCI ઈચ્છી રહ્યું છે. જો કે સત્તાવાર જાહેરાત થયે જ સ્પષ્ટતા થશે. મોટું કારણ એ પણ છે કે આજ વર્ષના અંતિમ ભાગમાં ટી-20 વિશ્વકપ પણ ભારતમાં યોજાવાનો છે. ત્યારે તેના માટે આ આગોતરી તકેદારી લેવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ