Farmers/ લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો

માઇનોર કેનાલની કુંડીઓની અંદર શેવાળ જામી જતા કેનાલની અંદર છોડવામાં આવતા પાણીની આવક કરતા જાવક ઓછી હોવાના કારણે કેનાલ છલકાઈ જવા પામી હતી. જે પાણી નિકાલ કરવા માટે ખેડૂતો અને મજૂરો દ્વારા કડકડતી ઠંડીની અંદર કેનાલમાં પડીને શેવાળ કાઢવાની ફરજ…

Top Stories Gujarat
Beginners guide to 12 1 લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો

Surendranagar News:  સુરેન્દ્રનગરના લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ નજીક નીકળતી પેઢડા ગામ તરફથી આવીને સોખડા નાગડકા તરફ જતી ડી -6 કેનાલની અંદર ગાબડું પડતા આશરે ૧૦૦ વિઘા જેટલાં ખેતરમાં પાણી ઘુસી જતા ખેડૂતોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

WhatsApp Image 2024 02 02 at 4.47.09 PM લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો

જયારે હાલની અંદર ખેડૂતો દ્વારા વાવેલ ઘઉં, જીરું, વરિયાળી, ચણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સાથે આ વિસ્તારનાં ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. મળતી વિગત મુજબ, માઇનોર કેનાલની કુંડીઓની અંદર શેવાળ જામી જતા કેનાલની અંદર છોડવામાં આવતા પાણીની આવક કરતા જાવક ઓછી હોવાના કારણે કેનાલ છલકાઈ જવા પામી હતી. જે પાણી નિકાલ કરવા માટે ખેડૂતો અને મજૂરો દ્વારા કડકડતી ઠંડીની અંદર કેનાલમાં પડીને શેવાળ કાઢવાની ફરજ પડી હતી.

WhatsApp Image 2024 02 02 at 4.48.04 PM લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો

આ અંગે અનેક વખત ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરવા છતાં કોઈ કોઈપણ જાતની કામગીરી નહીં કરવામા આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જયારે સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ આવા બનાવો દર વર્ષે બને છે. તંત્રની ઘોર બેદરકારીથી કેનાલમાં ક્ષમતાથી વધુ પાણી છોડાય છે. અને ગાબડા પડતા ખેડૂતોને સહન કરવું પડે છે. આ પ્રશ્નોનો કાયમી ઉકેલા લાવવામાં માટે સાયફનની કુંડીઓ કાઢીને નાળું બનાવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ