Bharat Jodo Yatra/ વીર સાવરકરના વિવાદ બાદ ભારત જોડો યાત્રામાં શિવસેનાના દિગ્ગજ નેતા સંજ્ય રાઉત જોડાયા

આ યાત્રામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત સહિત અનેક નેતાઓ તેમની સાથે સામેલ થયા છે.

Top Stories India
bharat jodo yatra

‘ bharat jodo yatra:   ભારત જોડો’ યાત્રામાં કન્યાકુમારીથી માત્ર ટી-શર્ટમાં ચાલી રહેલા રાહુલ ગાંધીએ છેલ્લા સ્ટોપ પર જેકેટ પહેર્યો હતો. જમ્મુ-કાશ્મીરના  કઠુઆમાં હળવો વરસાદ પડી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ યાત્રામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત સહિત અનેક નેતાઓ તેમની સાથે સામેલ થયા છે.

કોંગ્રેસ નેતા (bharat jodo yatra )રાહુલ ગાંધીએ શુક્રવારે કઠુઆથી ભારત જોડો યાત્રાની શરૂઆત થઇ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે આ મુલાકાતમાં ભાગ લીધો હતો. કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા બાદ રાઉતે કહ્યું કે તેઓ તેમની પાર્ટી વતી જોડાયા છે. શિવસેનાએ રાહુલ ગાંધીના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વીર સાવરકર અંગેના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારપછી પહેલીવાર શિવસેનાના કોઈ નેતા ભારત જોડો યાત્રામાં જોડાયા છે.

 

કઠુઆમાં સંજય રાઉતે કહ્યું કે, હું શિવસેના તરફથી આવ્યો છું. દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને હું રાહુલ ગાંધીને અવાજ ઉઠાવતા નેતા તરીકે જોઉં છું. તેમના સમર્થનમાં ભીડ એકઠી થઈ રહી છે અને લોકો જોડાઈ રહ્યા છે.કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે સંજય રાઉત ગુરુવારે જમ્મુ પહોંચ્યા હતા. જમ્મુ પહોંચ્યા બાદ તેમણે કાશ્મીરી પંડિતોના આંદોલનમાં ભાગ લીધો હતો.તેઓ શનિવારે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા છેલ્લા ચરણમાં જમ્મુ-કાશ્મીર પહોંચી છે. અધિકૃત વેબસાઈટ અનુસાર, આ યાત્રા હાલમાં રાજ્યના કઠુઆમાં છે. 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી પદયાત્રીઓએ અત્યાર સુધીમાં 10 રાજ્યોના 52 જિલ્લાઓને આવરી લીધા છે.

conference/PM મોદી રાજ્યોના DGP અને CAPFની આજથી શરૂ થનારી ત્રણ દિવસીય કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે