Not Set/ સુરતમાં મુસાફર ભરેલી રીક્ષાનો ચાલક રસ્તા પર જ ઢળી પડ્યો, થયું મોત

સુરતમાં મુસાફર ભરેલી રીક્ષા ઉધના વિસ્તારમાંથી પસાર થતી હતી દરમ્યાન રીક્ષા ચાલક અચાનક જ રીક્ષા ઉભી રાખી ઢળી પડ્યો હતો. જો કે તેને હોસ્પિટલ…

Gujarat Surat
રીક્ષા ચાલક

સુરતમાં મુસાફર ભરેલી રીક્ષા ઉધના વિસ્તારમાંથી પસાર થતી હતી દરમ્યાન રીક્ષા ચાલક અચાનક જ રીક્ષા ઉભી રાખી ઢળી પડ્યો હતો. જો કે તેને હોસ્પિટલમાં લઈ જવાતા તે મોતને ભેટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે મુસાફરો નીચે ઉતરીને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી. હાલ રિક્ષા ડ્રાઈવરના શંકાસ્પદ મોતને પગલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:સુરતમાં અંગ્રેજીની પરીક્ષાથી બચવા એક વિદ્યાર્થીનીએ કર્યું એવું કે, તે જાણીને તમે

મળતી માહિતી અનુસાર મંગળવારે સુરતના ઉધના બસ ડેપો નજીકથી એક રીક્ષા ચાલક મુસાફરોને લઈને જઈ રહ્યો હતો દરમ્યાન અચાનક તેણે રીક્ષા ઉભી રાખી દીધી હતી અને રિક્ષામાંથી ઉતરતા જ તે ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈને મુસાફરો પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: 21 મી સદીમાં પણ માનવતા હજી છે જીવંત, મુસ્લિમ યુવકોએ કર્યું એવું તે જાણીને…

મુસાફરોએ રિક્ષાચાલકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો  પરંતુ તે ઉઠ્યો ન હતો અને બેભાન અવસ્થામાં યુવાન ઢળી પડતા લોકોનું ટોળું પણ ત્યાં એકઠુ થઈ ગયું હતું. લોકોએ આ અંગે 108 અને પોલીસને જાણ કરી હતી દરમ્યાન ઘટના સ્થળે આવી તપાસ કરતા યુવકને મૃત જાહેર કરાયો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 31 સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ, 2 સાઈટ પર કોવેક્સીન અને 3 પર કોવીશીલ્ડનો માત્ર

સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસના જણાવ્યા મુજબ હાલ પોસ્ટમોર્ટમ બાદ જ મૃતકના મોતનું કારણ જાણી શકાશે. પરિવારની પૂછપરછમાં યુનુસને ખેંચની બીમારી હોવાનું સામે આવ્યું છે. ચાલુ રિક્ષાએ ખેંચ આવી જતાં જમીન પર ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:કિડની વેચો અને ૪ કરોડ રોકડા મેળવો,- જેવી લોભામણી જાહેરાત આપનાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:રાષ્ટ્રીય પોષણ માસ : દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ,સ્મૃતિ ઈરાનીએ કર્યું ઉદ્ઘાટન,પુસ્તિકાનું વિમોચન

આ પણ વાંચો:લીંબડી મંગલ મંદિરમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો, પત્રકારોની મદદથી બહેનનું કરવાયું પરિવાર સાથે મિલન