Accident/ મોરબીમાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું,  સીસીટીમાં કેદ થઈ ઘટના

મોરબીમાં વૃદ્ધ બાઈક ચાલકની ઉતાવળ ભારે પડી. હળવદના માળિયામાં કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો. મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવી.

Gujarat
YouTube Thumbnail મોરબીમાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું,  સીસીટીમાં કેદ થઈ ઘટના

ગુજરાતમાં પોલીસના સૂચન બાદ પણ લોકોમાં બેફામ અને આડેધડ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. મોરબીમાં એક અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલક ડિવાઇડર ક્રોસ કરતા કાર સાથે અથડાતા જીવ ગુમાવે છે. આ અકસ્માત મોરબીના હળવદમાં બનવા પામ્યો છે. આ મામલે હળવદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ તપાસ હાથ ધરી.

https://twitter.com/mantavyanews/status/1719664039213846821

હળવદના માળવિયા હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં વૃદ્ધ બાઈક ચાલકનું કારની અડફેટે આવતા મોત નિપજ્યું. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં દેખાય છે કે વૃદ્ધ ચાલક પોતાનું બાઈક લઈ ડિવાઈડર કૂદાવતા રસ્તો ક્રોસ કરી રહ્યા છે. જ્યાં પૂરપાટ વેગે આવતી કાર સાથે બાઈક અથડાતા વૃદ્ધ નીચે પટકાય છે. સીસીટીવીમાં એ પણ દેખાય છે કે કાર બાઈક સાથે અથડાયા બાદ ઉભી રહી જાય છે અને પાછળથી એક ટ્રક આવે છે તે પણ ઉભી રહી છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવે છે.

કાર અને બાઈક વચ્ચે થયેલ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજા પંહોચે છે. સ્થાનિકોની મદદથી તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમ્યાન જ ગંભીર ઇજાને પગલે વૃદ્ધનું મૃત્યુ થાય છે. આ વૃદ્ધનું નામ બાવલભાઈ કારોડિયા છે. અકસ્માતમાં બાવલભાઈનું મૃત્યુ થતા તેમના પુત્ર રમેશભાઈ દ્વારા કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 મોરબીમાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું,  સીસીટીમાં કેદ થઈ ઘટના


આ પણ વાંચો : Maratha Reservation Movement/ મરાઠા અનામત આંદોલનની અસર ગુજરાતને! ST સેવા ઠપ

આ પણ વાંચો : જ્ઞાનસહાયક/ માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સહાયક બનશે જ્ઞાન સહાયક

આ પણ વાંચો : Maratha Reservation/ મરાઠા આરક્ષણ મુદ્દે હાલ શું છે હલચલ?, મરાઠા આરક્ષણની માગ 41 વર્ષ પહેલાંથી