Not Set/ હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું : અરવિંદ કેજરીવાલ

આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવતી કાલે અમદાવાદ ખાતે આવી રહ્યા છે. અને અમદાવાદ ખાતે આવતી કાલે અરવિંદ કેજરીવાલ  કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

Top Stories Gujarat Trending
kejriwal હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું : અરવિંદ કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષે યોજાવાની પરંતુ તેને લગતી રાજકીય હલચલ અત્યારથી શરુ થઇ ચુકી છે. ગત રોજ ખોદાલ્ધામ ખાતે યોજાયેલી પાટીદાર સમાજની બેઠકના ઊંડા પ્રત્યાઘાત બાદ હવે  આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ  ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આજ રોજ તેમને ટ્વીટ કરી જણાવ્યું છે કે, હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.  અને હવે આપ પણ ગુજરાતમાં ત્રીજા મોરચાના મંડાણ કરવા તત્પર બન્યું છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવતી કાલે અમદાવાદ ખાતે આવી રહ્યા છે. અને અમદાવાદ ખાતે આવતી કાલે અરવિંદ કેજરીવાલ  કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

ઉલ્લેખનીય છે કે, સુરત મનપામાં મળેલી જીત બાદ તેઓ બીજી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરત નગર પાલિકાની ચૂંટણીમાં આપે 27 બેઠકો પર જંગી વિજય સાથે ગુજરાતમાં  રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેમની આ મુલાકાત  રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. આ દરમિયાન ઘણાં નવાં ચહેરાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. જો કે આમ આદમી પાર્ટી તરફથી કોઇના જોડાવા અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

ઈશુદન ગઢવી 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત આપમાં કેટલાક મોટા માથા જોડાવવાને લઈને પણ અટકળો ચાલી રહી છે. શક્ય છે કે આવતી કાલે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આ અટકળોનો અંત આવી શકે છે. મીડિયા જગતના માધાંતા એવા ઈશુદાન ગઢવીએ જયારે મીડિયા જગતને ટાટા-બાય બાય  કહ્યું ત્યારથી તેમના પણ આપમાં જોડવા અંગે તીવ્ર અટકળો ચાલી રહી છે. જો કે આ અંગે ઈશુદાને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

નરેશ પટેલ 

તેવી જ રીતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ ગતરોજ  ખોડલધામ  ખાતે  મળેલી પાટીદાર સમાજની બેઠકમાં આપના ભરપેટ વખાણ કર્યા  હતા. અને ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે આપના વિકલ્પ ને આવકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ ખોડલ ધામ ખાતે મળેલી બેઠક દરમિયાન નરેશે પટેલે જણાવ્યું હતું કે, તેમણે વધુમાં જણાવ્યું હતું હતું કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.