Not Set/ Vibrant Summit 2019: સમગ્ર કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હોવાનો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો

ગાંધીનગર, ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં સૌપ્રથમ વખત આફ્રિકન ડેની ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્રીય મહિલા પ્રધાન સુષમા સ્વરાજના હસ્તે આજે આફ્રિકન ડે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમને જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં આ વખતે પહેલી વાર આફ્રિકન ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં […]

Gujarat Videos

ગાંધીનગર,

ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં સૌપ્રથમ વખત આફ્રિકન ડેની ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્રીય મહિલા પ્રધાન સુષમા સ્વરાજના હસ્તે આજે આફ્રિકન ડે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમને જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં આ વખતે પહેલી વાર આફ્રિકન ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા 54 માંથી 50 આફ્રિકન દેશ ના સમૂહ ડેલિગેશન ગુજરાત આવ્યા છે.

જોકે ગુજરાત ભારતના આફ્રિકા સાથેના સંબંધો મહાત્મા ગાંધીજીના પહેલાના છે ભૂતકાળમાં આપણા ગુજરાતના વેપારીઓ દરિયાઈ માર્ગે વ્યાપાર કરવા માટે આફ્રિકા ગયા હતા જે પૈકી કેટલાક લોકો આજે પણ ત્યાં વસે છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના લોકો વધુમાં વધુ આફ્રિકા સાથે વ્યાપાર કરે તે હેતુથી આજે આફ્રિકા ડે ની ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હોવાનો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ આજે આફ્રિકાડેની ઉજવણી પ્રસંગે ગુજરાતના મહેમાન બનેલા સુષ્મા સ્વરાજે પણ ભારત અને આફ્રિકાના બંને દેશો વચ્ચે સૈકાઓ પહેલા નો સંબંધ આજે પણ અકબંધ રહ્યો હોવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.

તો બીજી તરફ આફ્રિકાના કલાકારોએ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે નુ ગાન આફ્રિકાના 150થી વધુ કલાકારોએ ગાયું હતું જેનું આજે હોલમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આફ્રિકન વાસીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અપીલ કરી હતી.