અમદાવાદ: અમદાવાદના વાસણામાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ આત્મહત્યા (Suicide) કરી છે. તેમની આત્મહત્યા અંગે અનેક રહસ્યોના વમળો વીંટળાયેલા લાગતા હતા, પરંતુ તેમની સ્યુસાઇડ નોટ મળી આવતા તેના પરથી પડદો ઉઠી જાય તેમ માનવામાં આવે છે.
મહિલા પોલીસ કર્મચારીએ તેમની સ્યુસાઇડ નોટમાં મિત્રના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમા લખ્યું હતું કે આ યુવક તેમનો મિત્ર તેમને નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો અને સૂવા પણ દેતો નહી. ફક્ત એટલું જ નહીં તે આખી રાત વિડીયો કોલ ચાલુ રાખતો હતો અને તેના પર સતત શંકા રાખતો હતો. વાસણા પોલીસે આ અંગે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા દીપક પરમારે વાસણા પોલીસ સ્ટેશનમાં જશવંત ઉર્ફે જસલો રાઠોડ નામના યુવાન સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. દીપક પરમારની નાની બહેન લલિતા પાલડી પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતી હતી અને તે વાસણા વિસ્તારમાં રહેતી હતી. તેણે 29મી ફેબ્રુઆરીના દિવસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે વિસ્તારપૂર્વક તપાસ કરતાં પલંગ પર પડેલા ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ