Not Set/ હાઇકોર્ટમાં જજોની અછત,પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સહિત કુલ 4 સંસ્થાને આવેદન પત્ર આપ્યો

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં જરૂરિયાત કરતા ઓછા જજો હોવાથી સામાજિક કાર્યકર્તા ચંદ્રવદન ધ્રુવે આ અંગેનો લેખિત પરિપત્ર આપ્યો. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સહિત કુલ 4 સંસ્થાને આવેદન પત્ર લખ્યો હોવાની વિગતો સામે આવી છે. પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે કે હાઇકોર્ટમાં મંજુર થયેલા જજની કુલ સંખ્યા 52 છે જોકે વર્તમાન સમયમાં માત્ર 27 જજ કાર્યરત છે […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 183 હાઇકોર્ટમાં જજોની અછત,પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સહિત કુલ 4 સંસ્થાને આવેદન પત્ર આપ્યો

અમદાવાદ,

ગુજરાત હાઇકોર્ટમાં જરૂરિયાત કરતા ઓછા જજો હોવાથી સામાજિક કાર્યકર્તા ચંદ્રવદન ધ્રુવે આ અંગેનો લેખિત પરિપત્ર આપ્યો. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સહિત કુલ 4 સંસ્થાને આવેદન પત્ર લખ્યો હોવાની વિગતો સામે આવી છે.

પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે કે હાઇકોર્ટમાં મંજુર થયેલા જજની કુલ સંખ્યા 52 છે જોકે વર્તમાન સમયમાં માત્ર 27 જજ કાર્યરત છે જેથી 25 જજની સંખ્યા હજી પણ ખાલી હોવાથી તેને ભરવામાં આવે.

હાઇકોર્ટ પર જજની સંખ્યાના અછતને લીધે પડતર કેસની સંખ્યા 1.15 લાખ પહોંચ્યા છે. પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે કાયમી ચીફ જસ્ટિસની નિમણુંક કરવામાં આવે અને ચૂંટણી પહેલા જજની ભરતી કરવામાં આવે કારણ કે લોકસભાની ચૂંટણીની આચારસહિત લાગુ થયા બાદ જજોની નિમણુંક થઈ શકશે નહિ.