દુર્ઘટના/ મહેસાણામાં ચાર્જિંગમાં ભરાવીને ફોન પર વાત કરતાં કિશોરીનું મોત

બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો..

Gujarat Others
મહેસાણા ફોન કિશોરી મોત

મોબાઇલ હવે આપણાં જીવનનું અભિન્ન અંગ બની ગયો છે ત્યારે એ ફોન ક્યારેક જીવલેણ પણ બની જાય છે. ત્યારે આવામાં બહુચરાજી તાલુકાના છેટાસણા ગામથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મોબાઇલ ફાટતા એક કિશોરીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

આ પણ વાંચો :વીજળી પડવાથી એકના મોતનો મામલો, મૃતકના પરિવારજનોને અપાઇ સહાય

આ મામલે મળતી માહિતી અનુસાર, છેટાસણા ગામમાં રહેતા છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.

આ પણ વાંચો :ધ્રાંગધ્રા હાઇવે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માત , એકનું મોત , પાંચ ઘાયલ

ધડાકાનો અવાજ સાંભળી મહોલ્લાના લોકો ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગી ઉઠતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.

આ પણ વાંચો : સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ

આ ઘટનાની જાણ થતાં ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાયું હતું. જોકે, અકસ્માતે ઘટના બની હોઇ પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ પરિવાર દ્વારા ગામના તલાટીને કરવામાં આવી હતી. કિશોરી જે રૂમમાં વાત કરી રહી હતી તે રૂમમાં ઘાસ રાખવામાં આવ્યું હતું. ધડાકાના કારણે આગ લાગતાં આ ઘાસ પણ સળગી ગયું હતું. લોકોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. આ બનાવ બાદ છેટાસણા ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

મહત્વનું છે કે, મોબાઈલ આજકાલ લોકોના જીવનમાં એક અગત્યનું સાધન બની ગયું છે. મોબાઈલ ફોન વિના લોકોને ચાલતું નથી. હવે તો ઓનલાઈન અભ્યાસ ચાલુ થતાં બાળકોમાં પણ મોબાઈલ ફોનના ઉપયોગનું પ્રમાણ વધી ગયું છે. ઘણા લોકો આંખો દિવસ મોબાઈલ ફોનમાં ગેમિંગ સહિતની પ્રવૃત્તિઓ કરતાં રહેતાં હોય છે. ફોનમાં ચાર્જિંગ ન હોય તો લોકો મોબાઈલ ફોનને ચાર્જિંગમાં ભરાવીને પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખતા હોય છે. ત્યારે ઘણી વખત આ પ્રકારે મોબાઈલ ફોનમાં ધડાકો થવાના બનાવો સામે આવતાં રહે છે. ઘણી વખત ખિસ્સામાં પણ મોબાઈલ ફોન ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે મહેસાણાના છેટાસણા ગામનો આ બનાવ આંખ ઉઘાટનારો છે.