Political/ કોંગ્રેસમાંથી અત્યાર સુધી આટલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં,પાર્ટીની રાજકીય સ્થિતિ કફોડી

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓ ચૂંટણી જીતવા કરી રહી છે. એવામાં કોંગ્રેસની રાજ્કીય સ્થિતિ કફોડી બની છે,

Top Stories Gujarat
3 7 કોંગ્રેસમાંથી અત્યાર સુધી આટલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં,પાર્ટીની રાજકીય સ્થિતિ કફોડી

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓ ચૂંટણી જીતવા કરી રહી છે. એવામાં કોંગ્રેસની રાજ્કીય સ્થિતિ કફોડી બની છે,કોગ્રસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.આજે કોંગ્રેસના વધુએક નેતા હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસના હર્ષદ રીબડિયાએ  ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2017થી ગુજરાતમાં દર વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. દર વર્ષે કોઈ પણ ચૂંટણી આવે કોંગ્રેસને સતત ફટકા પડી રહ્યા છે. વર્ષ 2017થી 2022 સુધીમાં કોંગ્રેસે 15થી વધુ ધારાસભ્યો ગુમાવ્યા છે.

વર્ષ 2017ની ચૂંટણી પછીના વર્ષે જસદણ બેઠક પરના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન હવે હર્ષદ રીબડિયા પણ ભાજપમાં જોડાઈ તેવી અટકળો લાગી રહી છે.

કોંગ્રેસે અત્યાર સુધી આટલા ધારાસભ્યો ગુમાવ્યા

  • કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
  • જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
  • અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
  • પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
  • બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
  • સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
  • આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
  • જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
  • મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
  • જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
  • પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
  • પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
  • અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
  • અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
  • ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
  • હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક


2022 આવતા આવતા કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં જ બે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. પહેલા માનવાદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યો અને ભાજપમાં ભળ્યા છે. જ્યારે હવે વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ રાજીનામું ધરી દીધું.કોંગ્રેસની હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. એક બાજુ પ્રચારમાં લાગેલી છે કોંગ્રેસ અને એકબાજુ ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યા છે.