Raid/ સીબીઆઈ, ઈન્ટરપોલ અને એફબીઆઈએ સાઈબર ગુનેગારો સામેની કાર્યવાહીમાં 105 સ્થળોએ દરોડા પાડ્યા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે સમગ્ર ભારતમાં 105 સ્થળોએ નાણાકીય ગુનાઓમાં સંડોવાયેલા સાયબર અપરાધીઓ વિરુદ્ધ દરોડા પાડ્યા હતા

Top Stories India
6 5 સીબીઆઈ, ઈન્ટરપોલ અને એફબીઆઈએ સાઈબર ગુનેગારો સામેની કાર્યવાહીમાં 105 સ્થળોએ દરોડા પાડ્યા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે સમગ્ર ભારતમાં 105 સ્થળોએ નાણાકીય ગુનાઓમાં સંડોવાયેલા સાયબર અપરાધીઓ વિરુદ્ધ દરોડા પાડ્યા હતા. ઈન્ટરપોલ, એફબીઆઈ અને અન્ય દેશોના પોલીસ દળો પાસેથી મળેલી માહિતીના આધારે સીબીઆઈએ સાયબર ગુનેગારો સામે કાર્યવાહી કરી છે.

સીબીઆઈ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળો સાથે મળીને ‘ઓપરેશન ચક્ર’ ચલાવવામાં આવી રહ્યું છે. સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે સીબીઆઈ દ્વારા 87 સ્થળોની શોધ કરવામાં આવી રહી છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ દ્વારા 18 અન્ય સ્થળોની શોધ કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન 300થી વધુ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલમાં જણાવાયું છે કે આ દરોડા દરમિયાન મોટી માત્રામાં ડિજિટલ પુરાવા, રૂ. 1.5 કરોડ રોકડા અને 1.5 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રારંભિક માહિતી અનુસાર, ઓપરેશન હેઠળ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચાર, દિલ્હીમાં પાંચ, ચંદીગઢમાં ત્રણ અને પંજાબ, કર્ણાટક અને આસામમાં બે-બે સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.

પુણે અને અમદાવાદમાં આવા બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે  અમેરિકી નાગરિકોને નિશાન બનાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ આ કાર્યવાહી અંગે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ને જાણ કરી છે.

રાજસ્થાનમાં જ્યાં પણ સર્ચ કરવામાં આવ્યું છે ત્યાંથી સીબીઆઈએ 1.5 કરોડ રૂપિયા રોકડા અને દોઢ કિલો સોનું જપ્ત કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ટરપોલ, એફબીઆઈ, રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ અને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ પાસેથી ઈનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.