Not Set/ 2024માં પણ મોદી હશે વડાપ્રધાન :  અમિત શાહ

દિલ્હી, બીજેપી અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણી પહેલાં મોટું નિવેદન આપતા કહ્યું કે 2019 પછી નહીં, પણ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી જ પીએમ બનશે. અમિત શાહે મીડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે 2019માં એનડીએ 2014થી  સારૂ પ્રદર્શન કરશે અને 2024 પછી મોદી પોતે જ વડા પ્રધાન હશે. અમીત શાહે કાશ્મીર વિવાદ પર પણ મોટા વચનો આપ્યા હતા.અમિત શાહના મતે મોદીના મજબૂત નેતૃત્વમાં  જ કાશ્મીર […]

India
02 7 2024માં પણ મોદી હશે વડાપ્રધાન :  અમિત શાહ

દિલ્હી,

બીજેપી અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણી પહેલાં મોટું નિવેદન આપતા કહ્યું કે 2019 પછી નહીં, પણ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી જ પીએમ બનશે. અમિત શાહે મીડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે 2019માં એનડીએ 2014થી  સારૂ પ્રદર્શન કરશે અને 2024 પછી મોદી પોતે જ વડા પ્રધાન હશે. અમીત શાહે કાશ્મીર વિવાદ પર પણ મોટા વચનો આપ્યા હતા.અમિત શાહના મતે મોદીના મજબૂત નેતૃત્વમાં  જ કાશ્મીર વિવાદનો ઉકેલ લાવશે.

દેશ પુલવામા આતંકવાદી હુમલાથી અત્યંત રોષમાં છે અને આ પર અમિત શાહ મોદી સરકારની વ્યૂહરચના સામે રાખી રહી છે, તેમણે કહ્યું કે ‘આતંકવાદ એક યુદ્ધ જેવું છે, પરંતુ તે જરૂરી નથી કે તેનો જવાબ આપવો જ જોઇએ, આતંકવાદને નાથવો સંભવ છે.

અમિત શાહે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બહાર કાઢવાની માંગના મુદ્દા પર પણ તેમને તેમની રાય મૂકી હતી. તેમણે કહ્યું હતું- દેશની જનતાની ભાવના સરકારની પાસે પહોંચી છે. સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે. એક રસ્તો પણ હોઈ શકે કે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમવા ના દેવાય.