કરાર/ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થયા MOU,ડિજિટાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનાં ક્ષેત્રે કરાર કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં મંત્રીમંડળને સહકારના (MOU) કરારની જાણકારી આપવામાં આવી હતી

Top Stories India
સાઉદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં મંત્રીમંડળને સાઉદી સાથે સહકારના (MOU) કરારની જાણકારી આપવામાં આવી હતી. (એમઓસી) પર 18 ઓગસ્ટ, 2023ના રોજ પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને સાઉદી અરેબિયાનાં સંચાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર હસ્તાક્ષર થયાં હતાં.

સાઉદી સાથે    સહયોગ કરારનો MOU આશય ડિજિટાઇઝેશન, ઇલેક્ટ્રોનિક ઉત્પાદન, ઇ-ગવર્નન્સ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇ-હેલ્થ અને ઇ-એજ્યુકેશન, ડિજિટલ ઇનોવેશનમાં સંશોધનમાં ભાગીદારીને પ્રોત્સાહન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી), રોબોટ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બ્લોકચેન વગેરે જેવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ એમઓસી ડિજિટાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનના ક્ષેત્રમાં સહકાર માટે માળખું સ્થાપિત કરશે તથા ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ભાગીદારી સ્થાપિત કરશે.

  સાઉદી સાથે   એમઓસીનો MOU ઉદ્દેશ ડિજિટાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ઇ-ટીચિંગ, ઇ-લર્નિંગ અને આદાનપ્રદાન કાર્યક્રમો મારફતે નવીન તાલીમ અને વિકાસના માર્ગોને પ્રોત્સાહન આપવાનો અને ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને ઉચ્ચ કુશળ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીસ પ્રોફેશનલ્સની સુલભતા, એસએમઇ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો, બિઝનેસ એક્સિલરેટર્સ, વેન્ચર કેપિટલ અને ટેકનોલોજી સ્ટાર્ટ-અપ્સના ઇન્ક્યુબેટર્સ પર માહિતીનું આદાન-પ્રદાન કરીને એસએમઇ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે પરોક્ષ રીતે બંને પક્ષો માટે રોજગારીની તકો ઉત્પન્ન કરશેઆ એમઓસી હેઠળ સહયોગાત્મક પ્રવૃત્તિઓ ડિજિટાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનાં ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપશે, જે ભારતનાં નિર્ધારિત ઉદ્દેશો માટે અભિન્ન છે.આ અંગે કરાયેલા કરારની વિગતો અનુંસધાનમાં કામ કરાશે.કરાર બંને દેશ વચ્ચે સંબધો વધુ દઢ કરશે

આ પણ વાંચો:Yemen/“લાલ સમુદ્ર” માં “કાળો ધુમાડો” ઉઠ્યો, યમને આ દેશના વહાણ પર ભીષણ હુમલો કર્યો

આ પણ વાંચો:SOCIAL MEDIA/દાનપેટીમાં કોઈએ મૂક્યા આટલા લાખના જૂતા,કિંમત જાણી લોકો ચોંકી ગયા.

આ પણ વાંચો:Indian Passport/ભારતીય પાસપોર્ટ બન્યો મજબુત, આ દેશોમાં વિઝા વગર કરી શકાશે મુસાફરી