પોલીસ/ ATSએ કિસન ભરવાડ હત્યા મામલે આરોપીઓ સામે આતંકી પ્રવૃતિની કલમ ઉમેરી

કિશનની હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢી ન્યાયની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat
kishan ATSએ કિસન ભરવાડ હત્યા મામલે આરોપીઓ સામે આતંકી પ્રવૃતિની કલમ ઉમેરી

કિસન ભરવાડ હત્યા મામલે સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે,જેના લીધે હાલ ધંધુકામાં અરાજકતાભરી સ્થિતિ છે પરતું રાજ્યની પોલીસે તેને હાલ નિયંત્રણમાં લઇ લીધી છે.સોસિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મુકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસ દ્વારા નવા નવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. આજે એટીએસ દ્વારા જમાલપુર ખાતે આવેલ એક મસ્જીદમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જયા મૌલાના ઐયુબ દ્વારા લખવામાં આવેલા પુસ્તક અને એરગન મળી આવી હતી. આ પુસ્તકમાં હિન્દી અને ગુજરાતી ભાષમાં ભડકાઉ ભાષણો લખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ધંધૂકા મર્ડર કેસમાં એટીએસ દ્વારા ત્રાસવાદી કૃત્યોની આશંકા હોવાથી ગુજસીટોકની કલમ 3(1)(1) તથા 3(2) અને UAPA(અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ)ની કલમ 13(1)(એ)( બી), 16(1) તથા 17,18 તથા 20નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમ આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં લગાવવામાં આવે છે. તેમજ આગોતરા જામીન પણ મળવાની શક્યતા રહેતી નથી.

કિશનની હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢી ન્યાયની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે. કિશન ભરવાડની હત્યા માટે જેણે હત્યાર આપ્યા હતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે.

કિશન ભરવાડે સોશિયલ મીડિયા મારફતે કરેલી પોસ્ટને લઈને આ વિવાદ જોવા મળી રહ્યો છે. પોસ્ટ બાદ કિશનની હત્યા કરવાનું પ્લાનીંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે, પોસ્ટ વાયરલ થતા ગત 9 જાન્યુઆરીના રોજ કિશન સામે ધંધૂકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે આ ફરિયાદ બાદ કિશનને જામીન મળી ગયા હતા, જેને પગલે હત્યારા શબ્બીરે કિશનની હત્યા કરવાનું નક્કી કર્યું.