વિરોધ/ સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં મહિલાઓને પીવાના પાણી માટે પણ કરવો પડે છે વિરોધ

છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી મળ્યું નથી અને એટલા માટે જ આ મહિલાઓ દ્વારા પીવાના પાણી માટે મટકા ફોડીને વિરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, જે કોર્પોરેટરોને મત આપ્યા હતા

Gujarat Surat
પીવાના પાણી

@અમિત રૂપાપરા 

સુરત શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ આ સ્માર્ટ સિટીમાં પાણી બાબતે મહિલાઓનો વિરોધ સામે આવ્યો છે. મહિલાઓની ફરિયાદ છે કે, છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી મળ્યું નથી અને એટલા માટે જ આ મહિલાઓ દ્વારા પીવાના પાણી માટે મટકા ફોડીને વિરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, જે કોર્પોરેટરોને મત આપ્યા હતા અને જીતાડ્યા હતા તે કોર્પોરેટરો પણ મુશ્કેલીના સમયમાં ઉભા રહેતા નથી.

Untitled 30 14 સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં મહિલાઓને પીવાના પાણી માટે પણ કરવો પડે છે વિરોધ

સુરત શહેર તાપી કિનારે વસેલું શહેર છે અને તાપી નદીના કારણે શહેરના લોકોને ક્યારેય પણ પાણીની તકલીફ પડતી નથી પરંતુ સુરતના વિસ્તારમાં પીવાનું પાણી ન મળવાના કારણે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉન વિસ્તારમાં હૈદરી નગરમાં છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાની સ્થાનિક મહિલાઓની ફરિયાદ છે.

Untitled 30 15 સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં મહિલાઓને પીવાના પાણી માટે પણ કરવો પડે છે વિરોધ

પીવાનું પાણી છેલ્લા આઠ દિવસથી ન આવતું હોવાના કારણે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પાણીના માટલા લઈ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ દ્વારા મટકા પણ ફોડવામાં આવ્યા હતા અને સ્થાનિક કોર્પોરેટરો પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમને મત આપીને જીતાડ્યા તો છે પરંતુ પ્રજાના દુઃખના સમયે આ કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા પણ નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મહિલાઓએ પીવાના પાણી માટે જે વિરોધ પ્રદર્શન કર્યું છે તેને લઈને હવે પીવાનું પાણી આ મહિલાઓને ક્યારે મળી રહેશે.

આ પણ વાંચો:પાટણના પટોળા બાદ પાટણનું ઢીંગલી વર્ક સુરતના હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જાણો શું છે આ ઢીંગલી વર્ક

આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….

આ પણ વાંચો:ગુજરાતમાં ચક્રવાતનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જારી, જુઓ કેવી રીતે વધી રહ્યું છે ‘બિપરજોય’

આ પણ વાંચો:મોદી સરકારના 9 વર્ષ, ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા આકરા પ્રહારો

આ પણ વાંચો:અમદાવાદમાં 77 લાખના 119 આઈફોનની ચોરી, ઓફિસમાં ઘુસી કરી ચોરી