Not Set/ લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ

આ વાયરલ વીડિયોમાં કોરોના મહામારી વચ્ચે ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડમાં ગરબે ઘૂમતા પડે છે નજરે

Gujarat
Untitled 74 3 લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વાયરલ વીડિયોમાં કોરોના મહામારી વચ્ચે ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડમાં ગરબે ઘૂમતા નજરે પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. એક તરફ કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકારની ગાઇડ લાઈનનું ઉલ્લંઘન કરી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી ડીજે ના તાલે ગરબે ઘૂમતા જણાઇ આવ્યા હતા.

આ વાયરલ વીડિયોમાં કોરોના મહામારી વચ્ચે ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડમાં ગરબે ઘૂમતા નજરે પડે છે. સામાન્ય લોકો નિયમોનું ઉલ્લંઘન કરે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવે છે. જ્યારે બીજી બાજુ ટીકટોક‌ સ્ટાર અને સિંગર સામે કોઈ જ પગલા ન લેવાતાં લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ વાયરલ વીડિયો લીંબડી ખાતે પરમાર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગનો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહ્યોં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે