Crime/ શહેરમાં વ્યાજખોર ગુંડાગીરી પર ઉતરી આવ્યા, યુવકનું અપહરણ કરી માર્યો ઢોર માર

અમદાવાદમાં વ્યાજખોર શખ્સોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

Ahmedabad Gujarat
PICTURE 4 220 શહેરમાં વ્યાજખોર ગુંડાગીરી પર ઉતરી આવ્યા, યુવકનું અપહરણ કરી માર્યો ઢોર માર

અમદાવાદમાં વ્યાજખોર શખ્સોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નરોડામાં વ્યાજખોર દ્વારા કરાયેલા અપહરણનાં કેસમાં હજુ પોલીસ આરોપીઓને શોધી રહી છે, ત્યારે સાબરમતી ન્યૂ રાણીપમાં વ્યાજખોરે બે શખ્સો સાથે મળીને યુવકનુ અપહરણ કર્યુ હોવાની ઘટના બની છે.

અમદાવાદનાં ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા અભિષેક ગુપ્તા જે પાન મસાલાનાં સામાનની ફેરી કરવાનો ધંધો કરે છે, બે વર્ષ પહેલા તેઓ નારાયણપુરા વિસ્તારમાં માર્કેટીંગનો ધંધો કરી રહ્યા હતા, તે દરમિયાન પાસેનાં ગલ્લાવાળા જય ઠાકોરનાં ત્યાં સામાન આપી રહ્યા હતા, તે સમયે ત્યાં ડેરી ધરાવતા રાજુભાઈ દેસાઈ સાથે ઓળખાણ થઈ હતી. અવારનવાર યુવકની મુલાકાત થતી હતી. અભિષેક ગુપ્તાને ધંધા માટે એક લાખ રૂપિયાની જરૂર હોય તેમણે રાજુ દેસાઈને વાત કરતા તેણે 10 ટકા વ્યાજે એક લાખ રૂપિયા આપ્યા હતા. જે રકમ 1 વર્ષમાં ચૂકવવાનું નક્કી કરાયુ હતુ. ત્યારબાદ થોડા મહિના પછી યુવકે 25 હજાર, 20 હજાર અને 16 હજાર રૂપિયા રાજુ દેસાઈને આપ્યા હતા. પરંતુ કોરોના મહામારીમાં યુવકનો ધંધો ઠપ થતા એક વર્ષથી તેઓ આ વ્યાજખોરને પૈસા આપી શક્યા ન હોય જેથી રાજુ દેસાઈ અવારનવાર પૈસા બાબતે ફોન કરી મારી નાખવાની ધમકી આપતા હતા.

PICTURE 4 219 શહેરમાં વ્યાજખોર ગુંડાગીરી પર ઉતરી આવ્યા, યુવકનું અપહરણ કરી માર્યો ઢોર માર

15મી ફેબ્રુઆરીનાં રોજ સાંજનાં સમયે અભિષેક ગુપ્તા ન્યૂ રાણીપ ખોડીયાર માતાનાં મંદિર પાસેથી પસાર થતા હતા. તે વખતે રાજુ દેસાઇએ યુવકને ઉભા રાખી ગાળો બોલી વ્યાજનાં પૈસા કેમ નથી આપતો તેમ જણાવી તેની સાથે આવેલા બે શખ્સોએ યુવકને ધક્કો મારી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. તે સમયે ત્યાં હાજર જય ઠાકોર નામના યુવકે વેપારીની એક્સેસ ગાડી લઈ નીકળી ગયો હતો. ચાલુ ગાડીએ રાજુ દેસાઇએ સહિતનાં અન્ય શખ્સોએ ભેગા મળીને યુવકને ઢોર માર માર્યો હતો અને મોબાઇલ ફોનથી પત્નીને ફોન કરી જાણ કરી હતી કે રાજુ દેસાઈ યુવકને લઈ જાય છે. જેથી યુવકની પત્ની રિક્ષા લઈને ગાડીની પાછળ પાછળ ફરી રહી હતી. આરોપીઓએ યુવકને ગાડીમાં બેસાડીને રાણીપ થઈને બલોલનગર થઈ નિર્ણયનગર તરફ લઈ ગયા હતા.

દરમિયાન ચાલુ રસ્તે ગાડીમાં યુવકને માર મારી હોઠ ઉપર તેમજ ડાબા હાથની આંગળીઓ પર માર મારી તેને નિર્ણયનગર નવસર્જન સ્કૂલની ગલીમાં શ્રીજી સોસાયટીનાં ઝાંપા પાસે અડધો કલાક ફેરવી ઉતારી દીધો હતો. જો કે યુવકે તે સમયે અપહરણકારનોની ગાડીનો ફોટો પાડી લીધો હતો. તે સમયે તેની પત્ની પણ ત્યાં આવી જતા પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને પોલીસે આવતા આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અભિષેક ગુપ્તા નામનાં શખ્સે રાજુભાઈ દેસાઈ નામનાં વ્યાજખોરો સામે અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે જોવાનુ રહ્યુ કે આરોપી પોલીસનાં હાથમાં ક્યારે આવે છે.

Election: સુરતમાં જનતાએ લગાવ્યા પોસ્ટર, લખ્યુ- કામ નહી તો વોટ નહી

ગુજરાત: ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

Surat: ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ