ચૂંટણી પરિણામ/ પાલિકા-પંચાયતમાં મનપા જેવી સ્થિતિ, શરૂઆતી વલણોમાં ભાજપ આગળ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ગયો છે.

Gujarat Others
Mantavya 14 પાલિકા-પંચાયતમાં મનપા જેવી સ્થિતિ, શરૂઆતી વલણોમાં ભાજપ આગળ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ગયો છે. આજે છે ફેંસલાનો દિવસ. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આજે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી થશે જે બાદ પરિણામ જાહેર થશે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે.  મતગણતરની શરૂઆત 8 કલાકે પોસ્ટલ બેલેટ સાથે થશે અને ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.

West Bengal / પ્રખ્યાત એક્ટ્રેસ શ્રાવંતી ચેટર્જી BJPમાં થઇ સામેલ, શું ચૂંટણી લડશે?

આપને જણાવી દઇએ કે, મનપાની જેમ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ આગળ દેખાઇ રહ્યુ છે. મોટા ભાગની બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે. જનતા એકવાર ફરી ભાજપને જીતાડવા જઇ રહી હોય તેવા હાલમાં વલણ સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ 237 બેઠકો બિનહરીફ થયેલી છે, જેમાં ન.પા.ની 95, જિ.પં.ની 25 તથા તા.પં.ની 117 બેઠકો સામેલ છે. આ પૈકી ભાજપની તરફેણમાં 219 બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો થયો છે.

Accident / પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના ભાઈની કારને નડ્યો અકસ્માત, બાલ બાલ બચાવ

ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતમાં ભાજપનાં 4652 ઉમેદવારો, કોંગ્રેસનાં 4594 ઉમેદવારો, આપ નાં 1067 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થયા છે. આજે પાલિકા અને પંચાયતોનું પરિણામ જાહેર થઇ રહ્યુ છે. મોડી સાંજ સુધીમાં આખુય ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

બોટાદમાં ન.પા. વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે. જુઓ અહેવાલ……

જામનગરની બેરાજા બેઠક પર AAP નો વિજય થયો છે. જુઓ અહેવાલ……

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…