Not Set/ હાર્દિક પટેલના નજીકના માનતા દિનેશ બાંભણિયા પર 1.97 કરોડની છેતરપિંડીની ફરિયાદ, જાણો કોણે કરી ફરિયાદ

રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય અને હાર્દિક પટેલના નજીકના દિનેશ બાંભણિયા વિરુદ્ધ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1.97 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોધાઇ છે. ગાંધીનગરમાં રહેતા દિનેશ બાંભણિયાએ દેના બેન્કના અધિકારી સાથે મળીને તેના  જીજાજીને 1.97 કરોડની વર્ષ 2013 ના ઓગસ્ટ મહિનામાં આરજીટીએસથી ખોટી સહી કરીને તેના જીજાજીના 1.97 કરોડ રૂપિયા પોતાની પેઢીમાં  જમા […]

Gujarat
06 2 હાર્દિક પટેલના નજીકના માનતા દિનેશ બાંભણિયા પર 1.97 કરોડની છેતરપિંડીની ફરિયાદ, જાણો કોણે કરી ફરિયાદ

રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય અને હાર્દિક પટેલના નજીકના દિનેશ બાંભણિયા વિરુદ્ધ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1.97 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોધાઇ છે.

ગાંધીનગરમાં રહેતા દિનેશ બાંભણિયાએ દેના બેન્કના અધિકારી સાથે મળીને તેના  જીજાજીને 1.97 કરોડની વર્ષ 2013 ના ઓગસ્ટ મહિનામાં આરજીટીએસથી ખોટી સહી કરીને તેના જીજાજીના 1.97 કરોડ રૂપિયા પોતાની પેઢીમાં  જમા કરાવી દીધા હતા. આમ કેશ ક્રેડિટનો લાભ લઇને આ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ છે. આ મામલે ભક્તિનગર પોલીસે જણાવ્યું હતું કે, દેન બેન્કના કયા  અધિકારીની સંડોવણી છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ મામલે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, આ ખોટી ફરિયાદ ભાજપના દબાણથી કરવામાં આવી છે. મેં કોઇ ડૂપ્લીકેટ  સહી નથી કરી. આ અમારા પરિવારનો મામલો છે.  જેમા 70 લાખ રૂપિયા આપી દીધા છે. બાકીના 1.24 કરોડ માટે 25-25 લાખના ચેક પણ આપી દીધા છે.