Not Set/ નલિયાકાંડ પર CM વિજય રૂપાણી બાપુને કહ્યું, “અમે તમારી સાથે જ છીએ તમે કહેશો એવું કરી આપીશું”

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ શરૂ થતા પહેલા 1 વાગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નલિયા દુષ્કર્મ  મામલે હાઇકોર્ટના જજના વડપણ હેઠળની તપાસ સમિતિ નિમવાની માંગ કરી હતી. શંકરસિંહની આ વાતનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબ આપતા કહ્યું હતું કે, હું જવાબદાર મંત્રી તરીકે ખાતરી આપું છું કે, આ મામલે કોઇને પણ છોડવામાં નહી […]

Gujarat
10 1487699518 નલિયાકાંડ પર CM વિજય રૂપાણી બાપુને કહ્યું, "અમે તમારી સાથે જ છીએ તમે કહેશો એવું કરી આપીશું"

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ શરૂ થતા પહેલા 1 વાગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નલિયા દુષ્કર્મ  મામલે હાઇકોર્ટના જજના વડપણ હેઠળની તપાસ સમિતિ નિમવાની માંગ કરી હતી. શંકરસિંહની આ વાતનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબ આપતા કહ્યું હતું કે, હું જવાબદાર મંત્રી તરીકે ખાતરી આપું છું કે, આ મામલે કોઇને પણ છોડવામાં નહી આવે. આમ છતા શંકરસિંહ તપાસ સમિતિની જહેરાતનો આગ્રહ રાખતા કહ્યું હતું કે, ભૂતકાળમાં અમે ઘણા કમિશ્નરો જોયા છે.  ઘણાનો વિટો વળી ગયો છે.  તપાસ બાદ દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. તમે કહેતા હોય તો આપાણ સાથે મળીને જજ પાસે જઇએ. તેમનું માર્ગ દર્શન મેળવીએ. આ તબક્કે વિજય રૂપાણીએ પણ દ્રઢતાથી કહ્યું હતું કે, અમે તમારી સાથે જ છીએ તમે જે રીતે કહેશો એવું કરીશું.