Not Set/ મોરબીઃ 17 લાખની નવી 2000 ની નવી નોટ સાથે તેલનો વેપારી ઝડપાયો

મોરબીઃ રવિવારે સાંજે ૨૯ લાખની નોટો ઝડપાયા બાદ સોમવારે રાત્રીનાં સમયે એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ૧૭ લાખની નવી નોટો સાથે એક વેપારીને ઝડપી લઈને જીણવટભરી પુછતાછ ચાલુ કરતા ચકચાર જાગી છે. સોમવારે મોડી રાત્રીનાં સમયે એસઓજી પી.આઈ.વી.વી. ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.વી. ધોળા સાથેની એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરનાં દરબારગઢ નજીક ચાલીને પસાર થતાં […]

Gujarat

મોરબીઃ રવિવારે સાંજે ૨૯ લાખની નોટો ઝડપાયા બાદ સોમવારે રાત્રીનાં સમયે એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ૧૭ લાખની નવી નોટો સાથે એક વેપારીને ઝડપી લઈને જીણવટભરી પુછતાછ ચાલુ કરતા ચકચાર જાગી છે.

સોમવારે મોડી રાત્રીનાં સમયે એસઓજી પી.આઈ.વી.વી. ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.વી. ધોળા સાથેની એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરનાં દરબારગઢ નજીક ચાલીને પસાર થતાં યુવાનનો હાથમાં કાળા કલરનું બેગ હોવાથી શંકાને આધારે રોકીને તલાશી લેતાં બેગમાંથી ૨૦૦૦નાં દરની ૮૫૩ નંગ નોટો કીંમત રૃપિયા ૧૭,૦૬,૦૦૦ મળી આવ્યા હતાં. જેથી પ્રાથમિક પુછતાછ કરતા એ યુવાન તેલનો વેપારી ભાવિક હસમુખ લોદરીયા (ઉ.વ.૨૮, રહે. નવકાર હાઈટસ એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ, મોરબી) હોવાનું ખુલ્યું હતું, પણ પોતાની પાસેની રોકડ રકમનો કોઈ નકકર પુરાવો નહીં આપી શકતા તેની અટકાત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.