Not Set/ ખ્રિસ્તી હોવાનું જણાવી હિંદુ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી કર્યા લગ્ન અને પછી

ગોત્રીના મુસ્લિમ યુવેક હિંદુ યુવતી સાથે પોતે ખ્રિસ્તી હોવાનું કહી મિત્રતા કેળવી હતી. અને ત્યાર બાદ તેણી સાથે શારીરિક સંબંધો પણ બાંધ્ય હતા. અને ધર્મ પરિવર્તન કરાવી લગ્ન પણ કાર્ય હતા

Top Stories Gujarat Vadodara
birds 8 5 ખ્રિસ્તી હોવાનું જણાવી હિંદુ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી કર્યા લગ્ન અને પછી

ગુજરાત રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલી કરાયાના માત્ર 3 જ દિવસમાં ફરિયાદ નોધાઇ છે. ગુજરાત રાજ્યના સંસ્કારી નગરી વડોદરા ખાતે રાજ્યનો પ્રથમ લવજેહાદનો કેસ નોધાયો છે. મુસ્લિમ યુવકે પોતે ખ્રિસ્તી હોવાનું જણાવી હિંદુ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર કેળવી હતી.

ગોત્રીના મુસ્લિમ યુવેક હિંદુ યુવતી સાથે પોતે ખ્રિસ્તી હોવાનું કહી મિત્રતા કેળવી હતી. અને ત્યાર બાદ તેણી સાથે શારીરિક સંબંધો પણ બાંધ્ય હતા. અને ધર્મ પરિવર્તન કરાવી લગ્ન પણ કાર્ય હતા. પરંતુ લગ્નના ટૂંકસમયમાં તેણીને જાતી વિષયક અપશબ્દો બોલી અને મારઝૂડ શરૂ કરી હતી. તો ત્તેનીની મરજી વિરુદ્ધ તેણીનો બેવાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. અને અંતે કંટાળેલી યુવતી પોલીસના શરણે પહોચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉત્તરપ્રદેશ, અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતએ દેશનું ત્રીજું રાજ્ય છે જ્યાં લવજેહાદ વિરુદ્ધ કાયદો અમલી બન્યો છે. અને કાયદો અમલી બન્યાના માત્ર 3 જ દિવસમાં વડોદરા ખાતે ફરિયાદ પણ નોધાવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રહેવાસી સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા.અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

રાજ્યમાં લવજેહાદ કાયદો 15મી જૂનથી અમલી

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. ભોગ બનેલી યુવતી અથવા તેનાં માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતાં પરિવારજનો પણ આવા ધર્મપરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલી તેમજ જોગવાઇઓનું પાલન ન કરનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત 3થી 10 વર્ષની સજા તેમજ 5 લાખ સુધીનો દંડ થશે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઊતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં. ધર્મપરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે.