Sushant Singh Rajput Case/ રિયા ચક્રવર્તી હવે વિદેશ જઈ શકશે, કોર્ટમાંથી મળી પરવાનગી 

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઈની એક કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેને શરતે વિદેશ જવાની મંજૂરી આપી છે.

Top Stories Entertainment
Rhea

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઈની એક કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેને શરતે વિદેશ જવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે અભિનેત્રીએ અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસમાં દરરોજ હાજરી આપવી પડશે અને 6 જૂને કોર્ટમાં હાજરીપત્રક રજૂ કરવું પડશે. આ સાથે તેમણે વધારાની સુરક્ષા તરીકે કોર્ટની રજિસ્ટ્રીમાં 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

જણાવી દઈએ કે, રિયાની એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ કારણથી તેનો પાસપોર્ટ પણ જમા કરાવવામાં આવ્યો હતો. રિયાના વકીલે કોર્ટમાં અરજી કરી હતી કે રિયાએ આઈફા એવોર્ડ માટે 2 જૂનથી 8 જૂન સુધી અબુ ધાબી જવાનું છે, જેના માટે તેને તેનો પાસપોર્ટ આપવામાં આવે.

રિયાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે IIFAના ડિરેક્ટર અને કો-ફાઉન્ડરે રિયાને ગ્રીન કાર્પેટ પર ચાલવા અને 3 જૂન 2022ના રોજ એવોર્ડ રજૂ કરવા અને 4 જૂન 2022ના મુખ્ય એવોર્ડ સમારંભ દરમિયાન એક વાર્તાલાપનું આયોજન કરવા આમંત્રણ આપ્યું હતું.

વકીલે કહ્યું કે, આ ચાલી રહેલા ફોજદારી કેસ અને આસપાસના સંજોગોને કારણે રિયાને તેની અભિનય કારકિર્દીમાં પહેલાથી જ નોંધપાત્ર ફટકો પડ્યો છે અને તેને આર્થિક નુકસાન પણ થયું છે. આથી ફિલ્મ ઉદ્યોગમાં રિયાની ભાવિ સંભાવનાઓ માટે આવી તકો અત્યંત મહત્વપૂર્ણ છે અને તેની આજીવિકા કમાવવાની ક્ષમતાને ખૂબ જ અસર કરે છે.આ ઉપરાંત રિયાના વૃદ્ધ માતા-પિતા પણ તેના પર આર્થિક રીતે નિર્ભર છે.

કોર્ટે અરજી સ્વીકારી લીધી અને રિયાને તેનો પાસપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે તેને 5 જૂન સુધી પાસપોર્ટનો ઉપયોગ કરવાની છૂટ આપી છે અને તેને 6ઠ્ઠી તારીખે પાસપોર્ટ ચેકિંગ ઓફિસરને સોંપવા કહ્યું છે.

આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી, જાણો સમગ્ર મામલો