Vibrant District/ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં 25,147 કરોડનું રોકાણ

સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત  વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ જણાવ્યું હતું કે આવી રાજ્યવ્યાપી ઇવેન્ટના લીધે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં રૂ. 25,147 કરોડના રોકાણો માટે કુલ 2,590, MoU થયા છે

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 32 5 વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં 25,147 કરોડનું રોકાણ

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત 2024ની નવતર પહેલ છે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ.  સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત  વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ જણાવ્યું હતું કે આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 2,590, MoU રૂ. 25,147 કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે 65 હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે.

અમદાવાદમાં આયોજીત આ ઈવે‍ન્ટમાં વિવિધ ક્ષેત્રે 12,571 કરોડ રૂપિયાનાં સંભવિત રોકાણો માટેના 484 MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે 17 હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે.

Vibrant gujarat investment વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં 25,147 કરોડનું રોકાણ

વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટની સફળતાની ફળશ્રુતિને જિલ્લાસ્તરે વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી આ વર્ષની વાઇબ્રન્ટ-૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટની નવતર પહેલ શરૂ કરી છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, SHG, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, B2B, B2C, B2G મીટીંગ્સ પણ યોજવામાં આવે છે.

Vibrant Gujarat 2 વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં 25,147 કરોડનું રોકાણ

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ નો જે મંત્ર આપ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટ સાકાર કરે છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.

તેઓએ ૨૦મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું. વાઇબ્રન્ટના પરિણામે આજે ઉદ્યોગો થકી 21 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં 25,147 કરોડનું રોકાણ


 

આ પણ વાંચોઃ  Vadodara Suicide/ વડોદરામાં ગરબાના મેદાનમાં ફાંસો ખાઈ યુવકે કર્યો આપઘાત

આ પણ વાંચોઃ Same Sex Marriage/ દુનિયાના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને આપવામાં આવી છે માન્યતા, આ 22 દેશોમાં બનેલાછે કાયદા

આ પણ વાંચોઃ Solar Power Plant/ રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે