Not Set/ પાટણની 4 સીટો પર ભાજપ-કોંગ્રેસની હાર-જીત માટે આ કારણો બનશે નિમિત્ત, જુઓ 

(01)  રાધનપુર આ કારણોથી ભાજપના લવીંગજી ઠાકોરની જીતવાની શક્યતા છે.  લવીંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવાર હોવાથી તેનો મળી શકે છે લાભ. રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં આરોગ્ય મંત્રી શંકર ચૌધરીનો દબદબો છે, જેથી તેમની લોબીના મત મળી શકે છે લવીંગજીને. લવિંગજી ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે તેનો લાભ મળી શકે છે. દેશી […]

Gujarat
Gujarat Assembly Election 2017 પાટણની 4 સીટો પર ભાજપ-કોંગ્રેસની હાર-જીત માટે આ કારણો બનશે નિમિત્ત, જુઓ 

(01)  રાધનપુર

આ કારણોથી ભાજપના લવીંગજી ઠાકોરની જીતવાની શક્યતા છે. 

  • લવીંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવાર હોવાથી તેનો મળી શકે છે લાભ.
  • રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં આરોગ્ય મંત્રી શંકર ચૌધરીનો દબદબો છે, જેથી તેમની લોબીના મત મળી શકે છે લવીંગજીને.
  • લવિંગજી ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે તેનો લાભ મળી શકે છે.
  • દેશી તેમજ ગામઠી ભાષા બોલતા હોવાને લીધે સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે.
  • ઠાકોર સમાજના વડીલ નેતા હોવાને કારણે સમાજના મતો બહોળા પ્રમાણમાં મળી શકે છે.

આ કારણો લવીંગજી ઠાકોરની હારનું કારણ બની શકે છે.

  • લવીંગજી ધોરણ ચાર પાસ ઉમેદવાર હોઇ યુવા મતદાતાઓને આકર્ષી શકતા નથી.
  • કોંગ્રેસમાં આખી જિંદગી કાઢ્યા બાદ ભાજપમાં પાર્ટી બદલતા ભાજપમાં વર્ષોથી કામ કરતાં કાર્યકરોમાં નારાજગી. એવી રીતે કોંગ્રેસમાં બળવો કરતાં કોંગ્રેસી કાર્યકરોની પણ નારાજગી વહોરવી પડશે.
  • ચુંટણી પ્રચાર દરમિયાન અનેક વાર બફાટ કર્યો છે.એક સભામાં તો એવું બોલી ગયા હતા કે કોંગ્રેસની સરકાર આવે છે. આ અંગે વીડિઓ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
  • લવીંગજીને કોંગ્રેસના ભારે લોકપ્રિયતા ધરાવતા અલ્પેશ ઠાકોર જેવા મજબુત નેતાનો સામનો કરવો ભારે પડી શકે છે.

આ કારણો અલ્પેશ ઠાકોરને અપાવી શકે છે જીત

  • રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના વોટબેંક નું પ્રભુત્વ. અલ્પેશ ઠાકોર સમાજના નેતા તરીકે ઉભરી આવ્યાં છે.
  • આ બેઠક પર ઠાકોર સેનાનો હતો દબદબો જેનાથી મળી સકે છે અલ્પેશ ઠાકોર ને લાભ
  • ભાજપથી નારાજ એક બાગી નેતા ડોકટર ઝૂલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા તે ભાજપના મત તોડી શકે છે, જેનો લાભ અલ્પેશ ઠાકોરને મળી શકે છે.
  • અલ્પેશ ઠાકોરને ઠાકોર, દલિત, મુસ્લિમ સમાજનો મળ્યો છે સાથ.
  • રાધનપુર બેઠકના મતદારોએ ભાજપ તેમજ કોંગ્રેસ ના જુના જોગીઓ જે અજમાવી લીધા છે .જોકે રાધનપુર મત ક્ષેત્રનો કોઈજ વિકાસ ના થતા લોકો છે અલ્પેશ ઠાકોર સાથે.

જો અલ્પેશ ઠાકોર હારશે તો આ કારણો નિમિત્ત બનશે.

  • અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પર આયાતી ઉમેદવારમાનવામાં આવ્યા હતા.
  • આ બેઠક પર અલ્પેશ ઠાકોર આવતા કોંગ્રેસના પાયાના જુના જોગીઓ કપાયા હતા.
  • અલ્પેશ ઠાકોરને આ વિસ્તારમાં પ્રચાર માટે બહુ ઓછો સમય મળતા તમામ ગામોના લોકો સુધી તેમની વાત પહોંચાડવા અસમર્થ રહ્યાં.
  • અલ્પેશને હરાવવા ભાજપે ઉભા રાખેલ અપક્ષ ઉમેદવારોથી મત વહેંચાતા થઇ શકે છે નુકસાન.
  • લવીંગજી ઠાકોર સ્થાનિક હોવાના લીધે ઠાકોર વોટ બેંક હડપ કરવા સક્ષમ જીત્યા બાદ અલ્પેશ અમદાવાદ જતો રહેશે અહી ફક્ત જીતવા માટેજ આવ્યો છે તે વાત લોકો સુધી પહુંચાડવામાં ભાજપ સફળ છે. આ બાબત અલ્પેશ ઠાકોર ને આપી શકે છે નુકશાન.

 

(02) ચાણસ્મા – 17

ભાજપના ઉમેદવાર શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની જીતના કારણ

  • દિલીપ ઠાકોરને મળી રહ્યો છે તેમના સ્વર્ગીય પિતા વિરાજી ઠાકોરની રાજકીય વારસાઇનો લાભ. વિરાજી ઠાકોર આ સીટ પર ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને સામાજીક રીતે પણ અગ્રણી છે.
  • દિલીપ ઠાકોરની છબી સાફ સુથરી છે અને રહેણીકરણી સાદગી પૂર્ણ રહી છે જે અહીના લોકોને વધુ પસંદ છે.
  • સ્થાનિક ઉમેદવાર હોવાથી દિલીપ ઠાકોરને તેનો લાભ મળી શકે છે. કારણકે સામે કોંગ્રેસના ઉમેદવાર છે આયાતી.
  • ચાણસ્મા બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના જેનો મળી શકે છે લાભ
  • પીવાના પાણી, સિંચાઇના પાણી આ વિસ્તારમાં પહોંચાડવામાં દિલીપ ઠાકોરની મહેનત ફળી છે.

દિલીપ ઠાકોર હારશે તો આ કારણો બનશે નિમિત્ત

  • દિલીપ ઠાકોર સામે છે ઠાકોર સમાજનો મજબુત અપક્ષ ઉમેદવાર દિનેશજી ઠાકોર. જે તોડી શકે છે તેઓના વોટ.
  • કોંગ્રેસના રઘુ દેસાઈ પોતાનો દેસાઈ સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ તેમજ પાટીદાર સમાજને સાથે રાખવામાં સફળ રહ્યા છે.
  • ઓબીસી, એસસી, એસટી તેમજ પાટીદાર આંદોલન બની શકે છે દિલીપ ઠાકોર માટે માથાનો દુખાવો.
  • રોડ, રસ્તા, આરોગ્ય તેમજ સફાઈ જેવી અનેક પાયાની બાબતોમાં મંત્રી સાહેબ રહ્યાં છે ઉદાસીન.

ચાણસ્માના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈના જીતના કારણો 

  • રઘુભાઈ દેસાઈ કોંગ્રેસનો પાટણ જીલ્લાનો જાણીતો ચહેરોછે, સ્થાનિક લોકોમાં લોકપ્રિય ચહેરો.
  • સ્પષ્ટ વ્યક્તિત્વ, સાફ સુથરી છબી અને પોતે સંપન્ન હોવાને કારણે અનેક સમાજના લોકોને આપ્યા છે દાન
  • કોંગ્રેસને દલિત, મુસ્લિમ, ઓબીસીતેમજ પાટીદાર એમ ચાર સમાજના મતદારોનો મળી શકે છે લાભ.
  • સારા વક્તા હોવાથી મતદારોને આકર્ષવામાં રહ્યા છે સફળ
  • પાટીદાર અગ્રણી નેતાઓએ રઘુભાઈને સમર્થન જાહેર કરતા રઘુભાઈ દેસાઈનું પલ્લું ભારેથયું.

રઘુભાઈ દેસાઈના હારના પાંચ કારણો નિમિત્ત બનશે

  • રઘુભાઈ દેસાઈને અનેક મતદારો આ વિસ્તારમાં આયાતી ઉમેદવાર માને છે.
  • રઘુભાઈને આ બેઠક પરથી રાતોરાત ટિકિટ મળતા પાયાના કોંગી આગેવાનોનો અંદર ખાને વિરોધ
  • કોંગ્રેસના ભૂતપૂર્વ ઉમેદવાર દિનેશજી ઠાકોરને આ વખતે કોંગ્રેસે ચાણસ્મા બેઠક પર ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેઓ કોંગ્રેસના મોટી સંખ્યામાં મત તોડી શકે છે.
  • આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી દિલીપ ઠાકોર તેમજ અપક્ષ દિનેશજી ઠાકોર રઘુભાઈ દેસાઈના મતો તોડશે.
  • ચાણસ્માની બેઠક પર રઘુભાઈ બિલકુલ નવા નિશાળિયા ઉમેદવાર હોવાથી સ્થાનિક લોકો સુધી તેમની વાત પહોંચાડવામાં અસમર્થરહ્યાં છે.

(03) પાટણ – 18

પાટણ વિધાનસભા ૧૮ ભાજપ ના ઉમેદવાર રણછોડ દેસાઈના જીત ના ૫ કારણો

  • તેઓનો પાંચ વર્ષમાં કોઈજ પ્રકારનો વિવાદ કે ભ્રષ્ટાચાર સામે આવ્યો નથી
  • વર્ષો જૂની ઓનલાઈન ગેસની પાઈપલાઈન પાટણમાં લાવવામાં તેવો સફળ રહ્યા
  • ઓબીસી સમાજ માંથી આવતા હોય અહી ઓબીસી સમાજનું પ્રભુત્વ વધારે
  • છેલ્લા પાંચ વર્ષમાં તમામ સમાજની વચ્ચે રહેતા લોકોના બન્યા ચાહિતા
  • તેઓના શાસનમાં અનેક વિકાસના કામોમાં રહ્યા અગ્રેસર

પાટણ વિધાનસભા ૧૮ ભાજપ ના ઉમેદવાર રણછોડ દેસાઈ ના હાર ના ૫ કારણો 

  • રણછોડ દેસાઈ સામે આ વખતેની ચૂંટણીમાં તેમની પાર્ટીમાજ તેમની સામે છુપો વિરોધ સામે આવ્યો છે
  • આ વખતની ચુંટણીમાં ઠાકોર, પાટીદાર, દલિત આંદોલન રણછોડ દેસાઈને નડી શકે છે.
  • રણછોડ દેસાઈ આયાતી ઉમેદવાર હોવાથી કોંગ્રેસે તેમની સામે સ્થાનિક પાટીદારને ટીકીટ આપતા રણછોડ દેસાઈ ને જીતવું મુશ્કેલ બની શકે છે.
  • પાટણમાં પાટીદાર વિસ્તાઓમાં ભાજપ માટે લાગ્યા છે પ્રવેશ પર પ્રતિબંદ ના પોસ્ટર
  • સૌથી મોટી વોટ બેંક ગણાતીઠાકોર, પાટીદાર, દલિત, મુસ્લિમ આમ આ ચાર જાતિઓ આપી શકે છે કોંગ્રેસ ને સાથ

પાટણ વિધાનસભા ૧૮ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલના જીતના પાંચ કારણો 

  • કિરીટ પટેલને સ્થાનીક ઉમેદવારના લીધે મળી શકે છે ફાયદો
  • પાટીદાર આંદોલનમાં ભાજપ સામે જન સમર્થન ઉભું કરવામાં તેમને મળી સફળતા
  • પાટીદાર, દલિત, મુસ્લિમ,ઠાકોર સમાજનું સ્પષ્ટ સમર્થન મળતા થઇ શકે છે મોટો ફાયદો
  • વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાથી થઇ શકે છે ફાયદો
  • યુવા નેતા તરીકેની છાપ તેમજ તમામ સમાજ સાથે સારા સબંધોથી તેમને મળી શકે છે ફાયદો

પાટણ વિધાનસભા ૧૮ કોંગ્રેસ ના ઉમેદવાર કિરીટ પટેલ ના હારના પાંચ કારણો

  • કિરીટ પટેલ ઉપર છે ડઝન બંધ ક્રિમીનલ કેસ
  • પાટણ પાસ કન્વીનર તરીકે હોવાથી અન્ય સમાજમાં અણગમાનો તેઓ બની શકે છે ભોગ.
  • પાટણ કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર તરીકે રાતોરાત ટીકીટ માટે પસંદગી થતા કોંગ્રેસમાં અંદરખાને ટીકીટના જુના દાવેદાર કરી શકે છે કિરીટ પટેલને નુકસાન
  • કિરીટ પટેલનો તેમના જ સમાજમાં જાણીતા આગેવાનો કરી રહ્યા છે વિરોધ ગ્રામ્યકક્ષાએ નુકશાન પહોચાડી શકે છે.
  • આ બેઠક પર ઓબીસી સમાજનું પ્રભુત્વ હોવાથી પાટીદાર ઉમેદવારને બેઠક જીતવી અઘરીબની શકે છે.

(04) સિદ્ધપુર – 19

સિધ્ધપુર ૧૯ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસના જીત ના પાંચ કારણો

  • ભૂતકાળ માં ગુજરાત ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે તેમજ સિધ્ધપુરના ભાજપ ના ધારસભ્ય
  • આ ચુંટણીમાં જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુતનો સાથ મળતા સરળતાથી જીત મળી શકે છે.
  • જયનારાયણ વ્યાસ સામે કોંગ્રસના ઉમેદવાર નવા નિશાળિયા
  • જયનારાયણ વ્યાસે સિધ્ધપુરમાં કેન્સર હોસ્પિટલ સહિતના અનેક વિકાસના કામ કર્યા છે..
  • એક સારા વક્તા તેમજ બુધ્ધિજીવી વ્યક્તિ તરીકેની છાપ છે. સિધ્ધપુરના રાજકારણમાં તેમની સારી પકડછે.

સિધ્ધપુર ૧૯ વિધાનસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર જયનારાયણ વ્યાસના હાર ના પાંચ કારણો 

  • ઓબીસી, એસી, એસટી તેમજ પાટીદાર આંદોલનથી થઇ શકે છે નુકસાન
  • ઠાકોર સમાજનું આ બેઠક પર ભારે પ્રભુત્વ છે તેમજ કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજના હોવાથી ઠાકોર મત જયનારાયણ વ્યાસને મળવા મુશ્કેલ જણાઈ રહ્યા છે.
  • અમદાવાદમાં રહેવાને લીધે સ્થાનિક લોકોમાં વધી છે તેમની દુરી
  • જયનારાયણ વ્યાસ માટે ઠાકોર, મુસ્લિમ, દલિત તેમજ પાટીદાર સમાજ આપી શકે છે મતોનું નુકશાન
  • ૨૦૧૨માં બળવંતસિંહ રાજપુત સામે જયનારાયણ વ્યાસ હાર્યા હતા ત્યારથી તેમની લોક ચાહના તૂટી છે.

સિધ્ધપુર ૧૯ વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર ચંદનજી ઠાકોરના જીતના પાંચ કારણ 

  • સિધ્ધપુર બેઠક પર ઠાકોર સમાજના વોટનું વર્ચસ્વ, ચંદનજી ઠાકોર છે સમાજના ઉમેદવાર
  • હજારો દીકરીઓના લગ્ન કરાવનાર ચંદનજી ઠાકોર સમાજમાં દાનવીર તરીકેને છાપ ધરાવે છે જેનો મળી શકે છે લાભ
  • સિધ્ધપુર બેઠક પર કોંગ્રેસની ટીકીટની દાવેદારી નોંધાવનાર પાટીદાર અગ્રણી દશરથ પટેલ તેમજ ઠાકોર સેનાના જીલ્લા પ્રમુખ જીબાજી ઠાકોરે ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે જેથી જીતવાના સમીકરણ બન્યા મજબુત
  • પાટીદાર આંદોલન, ઓબીસી, એસસી, એસટી તેમજ દલિત આંદોલનથી થઇ શકે છે ફાયદો
  • વ્યવસાયે ઉદ્યોગપતિ ધાર્મિક વુત્તી તેમજ સાફ સુધરી છબી અપાવી શકે છે જીત

સિધ્ધપુર ૧૯ વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર ચંદનજી ઠાકોર ના હાર ના પાંચ કારણ

  • સિધ્ધપુર બેઠક એક નવો ચહેરો પહેલીવાર આવ્યા. જાહેર રાજકારણમાં લોકો માટે છે નવા ઉમેદવાર
  • જયનારાયણ વ્યાસ જાણીતો ચહેરો આપી શકે છે નુકશાન
  • બળવંતસિંહ રાજપૂતનો જયનારાયણ વ્યાસને સાથ અપાવી શકે છે હાર
  • સિધ્ધપુર બેઠક પર આયાતી ઉમેદવાર
  • ચંદનજી ઠાકોરને સિધ્ધપુર બેઠક પરથી ટીકીટ મળતા સિધ્ધપુર કોંગ્રેસના જુના અને પાયાના કાર્યકરો અંદર ખાને કરી શકે છે નુકશાન.