અમદાવાદ/ વાસણામાં મહિલાની ચેઈન લૂંટી જનારા બે શખ્સો ઝડપાયા

મુંબઈમાં બોરીવલી(વેસ્ટ) ખાતે રહેતા રૂપલબહેન વી.દોશી (50)ની દિકરીએ વાસણા ગોદાવરી સોસાયટી ખાતેના જૈન ઉપાશ્રયમાં દિક્ષા લીધી હતી.

Ahmedabad Gujarat
ચેઈન લૂંટી

વાસણામાં 50 વર્ષીય મહિલાની સોનાની ચેઈન લૂંટી ભાગી ગયેલા બે શખ્સોની વાસણા પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે રૃ.50,000ની કિંમતની સોનાની ચેઈન અને લૂંટ માં ઉપયોગમાં લીધેલી મોટર સાઈકલ કબજે કરી હતી.

આ બનાવની વિગત મુજબ મુંબઈમાં બોરીવલી(વેસ્ટ) ખાતે રહેતા રૂપલબહેન વી.દોશી (50)ની દિકરીએ વાસણા ગોદાવરી સોસાયટી ખાતેના જૈન ઉપાશ્રયમાં દિક્ષા લીધી હતી. આથી રૂપલબહેન તેમની દિકરીને મળવા મુંબઈથી આવ્યા હતા. થોડા દિવસથી રૃપલબહેન ઉપાશ્રયમાં જ રોકાયા હતા.

3 સપ્ટેમ્બરના રોજ રૃપલબહેન સવારે 6.30 વાગ્યે વાસણામાં ગોદાવરી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા બે શખ્સો તેમના ગળામાંથી રૃ.50,000 ની કિંમતની સોનાની ચેઈન લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે રૂપલબહેને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજીતરફ વાસણા પોલીસે સીસીટીવીને આધારે વાસણા સર્કલ પાસે વોચ રાખીને મહંમદ રફીક ઉરેફે બટકો નિજામુદ્દીન શેખ (38)ની ધરપકડ કરી હતી.ખાનપુરમાં રહેતા આરોપી પાસેથી પોલીસે સોનાની ચેઈન અને લૂંટમાં ઉપયોગમાં લીધેલું બાઈક કબજે કર્યા હતા. પોલીસ હવે મહંમદ રફીકના સાથીદાર ચંદ્રપ્રકાશ મરાછીની શોધખોળ કરી રહી છે. મહંમદ રફીક સામે અગાઉ કારંજ પોલીસ સ્ટેશનમાં લૂંટી, દાણીલીમડા, કાલુપુર અને રામોલ, ખોખરા, શાહપુરમાં ગુનો નોંધાયેલા છે. મારામારીના કેસમાં તેણે ભૂજ અને જુનાગઢ જેલમાં પાસા કાપેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો:દેશની પ્રથમ નોઝલ વેક્સિનને મંજૂર, ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ પણ વાંચો:યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા

આ પણ વાંચો:વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા