Not Set/ મહિલા હોકી વર્લ્ડકપ : ભારતીય ટીમનું શૂટઆઉટમાં હાર્યા બાદ સેમિફાઈનલમાં પ્રવેશવાનું સપનું તૂટ્યું

લંડન, ઈંગ્લેંડમાં રમાઈ રહેલા મહિલા હોકી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય મહિલા ટીમની હાર સાથે સેમિફાઈનલમાં પ્રવેશવાનું સપનું ચકનાચૂર થયું છે. ગુરુવારે લંડનના લી વૈલી હોકી એન્ડ ટેનિસ સેન્ટર ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં આયરલેન્ડની ટીમે ભારતને ૩-૧થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઈનલમાં આયરલેન્ડનો મુકાબલો સ્પેન સામે થશે. ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ બંને ટીમો […]

Sports
india hockey women ireland 1532619460 મહિલા હોકી વર્લ્ડકપ : ભારતીય ટીમનું શૂટઆઉટમાં હાર્યા બાદ સેમિફાઈનલમાં પ્રવેશવાનું સપનું તૂટ્યું

લંડન,

ઈંગ્લેંડમાં રમાઈ રહેલા મહિલા હોકી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય મહિલા ટીમની હાર સાથે સેમિફાઈનલમાં પ્રવેશવાનું સપનું ચકનાચૂર થયું છે. ગુરુવારે લંડનના લી વૈલી હોકી એન્ડ ટેનિસ સેન્ટર ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં આયરલેન્ડની ટીમે ભારતને ૩-૧થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઈનલમાં આયરલેન્ડનો મુકાબલો સ્પેન સામે થશે.

ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ બંને ટીમો માટે નિર્ધારિત સમય સુધી ગોલરહિત રહી છે અને મેચ શૂટઆઉટમાં જતી રહી હતી.

શૂટઆઉટમાં આયર્લેન્ડ તરફથી અપટન રોડ્સન, મીકે એલિસન અને વાટકિન્સ ચોલેએ અંતિમ ત્રણ પ્રયાસોમાં ગોલ કર્યા હતા. જયારે ભારત માટે એક માત્ર ગોલ રીના ખોખરે કર્યો હતો. જો કે આયર્લેન્ડના ગોલકીપર આયેશા મૈક્ફારેન પોતાની ટીમ માટે દિવાલ બનતા ભારતીય ખેલાડીઓ કરવામાં આવેલા પ્રયાસોને ગોલમા પ્રવર્તિત થવા દીધા ન હતા.

હોકીના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં હાર સાથે ભારતીય ટીમનું બીજીવાર સેમિફાઈનલમાં પ્રવેશવાનું સપનું તૂટ્યું છે. આ પહેલા ૧૯૭૪માં ભારતની મહિલા ટીમે પહેલીવાર સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.