Not Set/ ટીમ ઇન્ડિયાના આ પૂર્વ કોચે કેપ્ટન કોહલીને ગણાવ્યો આ યુગનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

નવી દિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે અને પૂરી દુનિયામાં તેઓની બેટિંગના લોકો દીવાના છે. દુનિયાભરની ક્રિકેટ ટીમોના દિગ્ગજ ક્રિકેટર દ્વારા કોહલીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે ત્યારે આ યાદીમાં વધુ એક ઓસ્ટેલિયન દિગ્ગજ ક્રિકેટરનું નામ જોડાયું છે. ભારતીય ટીમના પૂર્વ કોચ અને કાંગારું કેપ્ટન ગ્રેગ ચેપલે […]

Sports
12Greg Chappell 1 ટીમ ઇન્ડિયાના આ પૂર્વ કોચે કેપ્ટન કોહલીને ગણાવ્યો આ યુગનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

નવી દિલ્હી,

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે અને પૂરી દુનિયામાં તેઓની બેટિંગના લોકો દીવાના છે. દુનિયાભરની ક્રિકેટ ટીમોના દિગ્ગજ ક્રિકેટર દ્વારા કોહલીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે ત્યારે આ યાદીમાં વધુ એક ઓસ્ટેલિયન દિગ્ગજ ક્રિકેટરનું નામ જોડાયું છે.

ભારતીય ટીમના પૂર્વ કોચ અને કાંગારું કેપ્ટન ગ્રેગ ચેપલે કેપ્ટન કોહલીની ખૂબ પ્રશંસા કરી છે. હાલમાં ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં બે સદી ફટકારી ચુકેલા વિરાટ કોહલી અને જણાવતા ચેપલે કહ્યું, “ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ અને વન-ડે બંને ફોર્મેટમાં દુનિયાના નંબર એક બેટ્સમેન છે. તેઓ નોટિઘમમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતના બીજા સૌથી સફળ કેપ્ટન બની ગયા છે. તેઓએ એક શાનદાર બેટ્સમેન અને એક કેપ્ટન હોવાનો પુરાવો રજુ કર્યો છે”.

279511.4 ટીમ ઇન્ડિયાના આ પૂર્વ કોચે કેપ્ટન કોહલીને ગણાવ્યો આ યુગનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

કોહલી છે આ યુગના સફળ બેટ્સમેન

એક અખબાર સાથેની વાતચીતમાં ચેપલે કહ્યું, “કોહલીએ  પોતાને સાબિત કર્યાં છે કે તેઓ એક સફળ બેટ્સમેન છે. તે પોતાના યુગના એક ઉત્કૃષ્ટ બેટ્સમેન સાબિત થઇ રહ્યા છે. કોહલીની આક્રમક કેપ્ટનશી પણ સ્વીકાર કરવા માટેના હકદાર છે.

વિરાટ-કોહલીની ભાગીદારી રહી નિર્ણાયક

ભારતીય ટીમના પૂર્વ વિવાદિત કોચે કહ્યું, “કોહલી અને રહાનેની પ્રથમ ઇનિંગ્સની ૧૫૯ રનની ભાગીદારી થઇ હતી જે ટ્રેન્ટબ્રિજની ટેસ્ટ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો”.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય ટીમે શરૂઆતની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન અજીન્ક્ય રહાનેએ ચોથી વિકેટ માટે ૧૫૯ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નિભાવી હતી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મની વાત કરવામાં આવે તો, તે હાલ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ઇંગ્લેન્ડમાં અત્યારસુધીમાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં ૪૪૦ રન બનાવી ચુક્યા છે. જેમાં તે ૨ સદી પણ ફટકારી ચુક્યા છે.