Ahmedabad Test Update: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી અને છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની બોર્ડર ગાવસ્કર સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. બોર્ડર ગાવસ્કર સિરીઝમાં ટીમ ઈન્ડિયાને હરાવી શકાય તેમ નથી, પરંતુ હવે ઓસ્ટ્રેલિયા પાસે છેલ્લી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 2-2થી પોતાના નામે કરવાની તક છે. આ દરમિયાન ચોથી ટેસ્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચોથી અને છેલ્લી ટેસ્ટમાં પણ માત્ર સ્ટીવ સ્મિથ જ ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરશે. ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ તેની બીમાર માતા સાથે ઓસ્ટ્રેલિયામાં છે અને તેની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ચોથી અને છેલ્લી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે.
પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથે ઈન્દોર ટેસ્ટમાં પણ ટીમની કમાન સંભાળી હતી. દિલ્હી ટેસ્ટ બાદ પેટ કમિન્સ તેની માતા બીમાર હોવાના કારણે ઘરે જવા રવાના થયો હતો. Cricket.com.auએ અહેવાલ આપ્યો છે કે પેટ કમિન્સ હજુ પણ સિડનીમાં છે. છેલ્લી ટેસ્ટ પછી ત્રણ વન-ડે રમવાની છે અને કમિન્સને રમવાનો નિર્ણય પછીથી લેવામાં આવશે. સ્મિથની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટ નવ વિકેટે જીતી હતી. ભારત સિરીઝમાં 2-1થી આગળ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવા માટે તેણે છેલ્લી ટેસ્ટ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયા જૂનમાં લંડનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે.
વેબસાઇટે એ પણ અહેવાલ આપ્યો છે કે નાથન એલિસ 17 માર્ચથી શરૂ થનારી ODI સિરીઝ માટે ઇજાગ્રસ્ત જ્યે રિચાર્ડસનની જગ્યાએ ટીમમાં સામેલ થશે. જણાવી દઈએ કે બોર્ડર ગાવસ્કર સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાને અમદાવાદમાં રમાનાર ચોથી ટેસ્ટ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ જીતશે તો તે ઘરઆંગણે સતત 16મી ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે પણ ક્વોલિફાઈ કરશે.
આ પણ વાંચો: Video/ માંડ માંડ બચ્યા કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા, હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન થયું એવું કે…
આ પણ વાંચો: Rabadi-CBI Raid/ સીબીઆઈના રાબડીના આવાસ પર દરોડા, જમીનના બદલામાં નજીકના લોકોને નોકરી આપવાના કેસમાં તપાસ
આ પણ વાંચો: World News/ રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું- મહિલાઓ વિરુદ્ધ હિંસા એ ભારતમાં સૌથી છુપાયેલ મુદ્દો…