Rajkot/ રાજકોટના જિલ્લા ગાર્ડનમાં 8 વિદેશી પક્ષીઓના મોતથી ચકચાર, મૃતદેહ PM માટે મોકલાયા

રાજકોટ સહિત સમગ્ર દેશમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ પહેલા

Top Stories Gujarat
1

 રાજકોટ સહિત સમગ્ર દેશમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ પહેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજ ગઢ ગામે આઠ જેટલી ટીટોડીના મોત નિપજ્યાની ઘટનાને હજી એક મહિનો પૂર્ણ થવામાં છે, આ મામલે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ટીટોડીના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો બે જેટલા ટીટોડીના સેમ્પલ ભોપાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. પ્રારંભિક તબક્કે આ પક્ષીઓના મોત બનાવના કારણે થયાં હોવાનું માનવામાં આવી રહ્યું હતું, જોકે 25 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા ટીટોડીના મોતનું સાચું કારણ જણાવવામાં નથી આવ્યુ. તેની વચ્ચે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ વિદેશી પક્ષીઓના મોતની ઘટનાએ ચકચાર મચાવી છે.

UP / દારૂની લિમિટને લઈ યોગી સરકારનો મોટો નિર્ણય, હવે આ કામ માટે લેવું પડશે લાઇસન્સ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના જીલ્લા ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ છ જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હોવાની જાણ રાજકોટ શહેર પોલીસના કંટ્રોલરૂમમાં કરી હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પક્ષીઓના મૃતદેહ મામલે પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથે જ વેટરનીટી ડૉક્ટરની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે પક્ષીઓના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોત કયા કારણે થયા હતા તે આ સામે આવી શકશે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, અમદાવાદમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

આ ઘટનાના કારણે સતત બીજા દિવસે પક્ષીઓના મોત થતાં જીલ્લા ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ રિપોર્ટમાં પક્ષીઓના મોતનું કારણ બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો જીલ્લા ગાર્ડન ની આજુબાજુ રહેતા રહીશો જીવ અઘ્ધર તાલ થઈ ગયા છે. તેમજ સામાન્ય પ્રજામાં પક્ષીઓના મોત ના કારણે ના થયા હોય તો સારું તેવી ચર્ચા તેમજ પ્રાર્થના કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…