National Herald case/ EDએ રાહુલ ગાંધીની આજે સાડા આઠ કલાકની પુછપરછ કર્યા બાદ આવતીકાલે ફરી બોલાવ્યા

રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા હતા. લગભગ સાડા આઠ કલાક સુધી તેમની વચ્ચે સવાલ-જવાબ થયા, ત્યારબાદ રાહુલ ત્યાંથી આજે ઘરે પરત આવ્યા

Top Stories India
8 19 EDએ રાહુલ ગાંધીની આજે સાડા આઠ કલાકની પુછપરછ કર્યા બાદ આવતીકાલે ફરી બોલાવ્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા હતા. લગભગ સાડા આઠ કલાક સુધી તેમની વચ્ચે સવાલ-જવાબ થયા, ત્યારબાદ રાહુલ ત્યાંથી આજે ઘરે પરત આવ્યા, પરંતુ સવાલ-જવાબની આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. તેમને ફરી એકવાર ED સમક્ષ હાજર થવું પડશે.

National Herald case/ રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા, પ્રિયંકા ગાંધી પણ હાજર

કોંગ્રેસ હેડક્વાર્ટરથી ED ઓફિસનું અંતર બહુ વધારે નથી. પરંતુ રાહુલની આ ટૂંકી યાત્રાએ ખૂબ જ હોબાળો થયો હતો. આ તમામ તૈયારી કોંગ્રેસે પહેલેથી જ કરી લીધી હતી. કોંગ્રેસે નિર્ણય લીધો હતો કે EDની નોટિસ સામે અવાજ ઉઠાવવા માટે સત્યાગ્રહ કરવામાં આવશે.

જ્યાં સુધી રાહુલ કોંગ્રેસ હેડક્વાર્ટર છોડીને ED ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી હંગામો ચાલુ રહ્યો. બાદમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું નામ પણ સામેલ છે. અધીર રંજન ચૌધરીએ પણ પોલીસ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.

National Herald case/ યંગ ઇન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી, પૈસા ક્યાંથી આવ્યા?

સવારે રાહુલ ગાંધી જ્યારે ED ઓફિસ જવા નીકળ્યા ત્યારે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા. આ સાથે હજારો કોંગ્રેસ સમર્થકો રાહુલની સાથે ED ઓફિસ તરફ આગળ વધ્યા હતા. બાદમાં માત્ર રાહુલ ગાંધીની કારને જ ED ઓફિસથી થોડાક અંતરે આગળ જવા દેવામાં આવી હતી અને બાકીની ગાડીઓને પોલીસે બેરીકેટ્સ લગાવીને અટકાવી હતી. રાહુલ સાથે કારમાં પ્રિયંકા ગાંધી પણ હાજર હતા, જેઓ પાછળથી ED ઓફિસમાંથી બહાર આવ્યા હતા.