Not Set/ ગવર્નર તરીકે ઉર્જીત પટેલને હટાવવાનો સરકારનો કોઇ ઇરાદો નથી

દિલ્હી કેન્દ્ર સરકારે રીઝર્વ બેંક સાથે ચાલી રહેલ વિવાદ ઉકેલવાના પ્રયત્નના ભાગરુપે સરકારના એક અધિકારીએ જણાવ્યુ કે, સેન્ટ્ર્‌લ બેંક સાથે મતભેદ પહેલા પણ રહ્યા છે,પરંતુ માત્ર તે કારણોસર ગવર્નર ઉર્જિત પટેલને હટાવવામાં  નહીં આવે. સરકારી  સુત્રોના જણાવ્યા મુજબ, સરકાર અને ટોચની બેંક વચ્ચે મતભેદ કોઈ નવી વાત નથી, પરંતુ ભૂતકાળમાં પણ કેટલીક સરકારો સાથે આરબીઆઇના […]

Top Stories India
urjit patel ગવર્નર તરીકે ઉર્જીત પટેલને હટાવવાનો સરકારનો કોઇ ઇરાદો નથી

દિલ્હી

કેન્દ્ર સરકારે રીઝર્વ બેંક સાથે ચાલી રહેલ વિવાદ ઉકેલવાના પ્રયત્નના ભાગરુપે સરકારના એક અધિકારીએ જણાવ્યુ કે, સેન્ટ્ર્‌લ બેંક સાથે મતભેદ પહેલા પણ રહ્યા છે,પરંતુ માત્ર તે કારણોસર ગવર્નર ઉર્જિત પટેલને હટાવવામાં  નહીં આવે.

સરકારી  સુત્રોના જણાવ્યા મુજબ, સરકાર અને ટોચની બેંક વચ્ચે મતભેદ કોઈ નવી વાત નથી, પરંતુ ભૂતકાળમાં પણ કેટલીક સરકારો સાથે આરબીઆઇના મતભેદ ચાલતા રહ્યા છે,પરંતુ તેનો મતલબ એ નથી કે ગવર્નરને હટાવી દેવામાં આવે.

એક અધિકારીએ જણાવ્યુ કે ઉર્જિત પટેલનો કાર્યકાળ આગામી વર્ષે ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. આરબીઆઈ અને સરકાર વચ્ચેના મતભેદ ૧૦ દિવસ પહેલા જાહેરમાં સામે આવ્યા છે, એટલે પટેલના ભાવિને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી.  સરકાર લિક્વીડિટી, ક્રેડિટ ફ્લો અને નબળી બેંકો માટે લાગૂ પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન (પીસીએ) ફ્રેમવર્કને લઈ આરબીઆઈ પર દબાણ લાવવા નથી માંગતી.